Site icon Revoi.in

જો તમને ભૂખ નથી લાગતી તો સર્જાય શકે છે મોટી સમસ્યા, આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ

Social Share

આપણે ઘણા લોકોને એમ બોલતા સાંભળીએ છીએ કે મને તો ભૂખ જ નથી લાગતી, અથવા તો મારાથી ખવાતું નથી,  જો કે આ વાત ગંભીરતાથી લેવા જેવી છે કારણ કે જો ભૂખ નથી લાગતી તો તે અનેક બીમારીનું કારણ બની શકે છે.ભૂૂખ ન લાગવા માટે ખાસ કરીને પેટમાં ગેસ થવો, અપચો થવો વગેરે જેવી આ સમસ્યા કારણ બને  છે, તો તમારે તેના પર ગંભીર ધ્યાન આપવું જરૂરી છે.કારણ કે  ભૂખ ન લાગવાની સાથે ધીમે ધીમે થાક અને વજન ઘટવાની સમસ્યા પણ વધે છે, આ સ્થિતિ તમને પરેશાન કરી શકે છે.જેથી આ બબાતે તમારે ધ્યાન આપવું જોઈએ

ભૂખ ન લાગવાની સમસ્યા શારીરિક કે માનસિક બંને કારણોસર થઈ શકે છે, તેથી સમયસર સ્થિતિ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. સંક્રમણ કોઈ પણ જાતનું અથવા પાચન સમસ્યાઓમાં, આ સમસ્યા અસ્થાયી છે અને સારવારથી સારી થઈ જાય છે.

ભૂખ ન લાગવાની સમસ્યા પણ ઘણી પ્રકારની માનસિક સ્થિતિઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. ચિંતા-તણાવ, હતાશા, શોક જેવી સ્થિતિઓ પણ તમારી ભૂખને અસર કરે છે. જો તમને કોઈ અંતર્ગત સમસ્યા વિના લાંબા સમય સુધી ભૂખ ન લાગતી હોય, તો આ બાબતે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. માનસિક સ્થિતિની સમયસર તપાસ જરૂરી છે.

ભૂખ ન લાગવી રોગપ્રતિકારક શક્તિના કાર્યમાં ઘટાડો અથવા પેટમાં અસ્વસ્થતા સાથે સંબંધિત હોઈ શકે છે. ડોકટરોનું કહેવું છે કે, પાચન તંત્રને લગતી બિમારીઓ જેમ કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને ક્રોહન ડિસીઝ, અસ્થમા, ડાયાબિટીસ, ક્રોનિક કિડની ડિસીઝ, લોહીમાં કેલ્શિયમનું વધુ પ્રમાણ,પણ આ લક્ષણ સતત રહેવાનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે સમયસર તેના પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે.