Site icon Revoi.in

રાત્રે જમ્યા વગર સૂઈ જાવ છો તો બદલી દો આ ટેવ – થઈ શકે છે પેટની બીમારી

Social Share

આજની જે ફાસ્ટ લાઈફ ચાલી રહી છે તેમાં મોટા ભાગના લોકોનો ખાવાનો ટાઈમ ખોરવાઈ રહ્યો ચે.સવારના નાસ્તાથી લઈને સાંજના જમવાનોનો કોઈ ફિક્સ ટાઈમ નથી,ઘણી વખત ઘરે મોડા આવવાને કારણે તો ઘણી લખત વધુ થાકને  કારણે લોકો રાત્રીનું જમવાનું અવોઈડ કરે છે,જો કે જે લોરો વાંવાર રાતરેનું ભોજન લેવાનું ટાળઈ રહ્યા છે તેઓ લાંબે ગાળે પેટની સમસ્યાથી પીડાઈ શકે છે.

જેમ આપણા માટે સવારનો નાસ્તો જરુરી છે તે જ રીતે રાત્રીનું ભોજન પણ જરુરી છે. તમારા આખા દિવસનું છેલ્લું ભોજન છે અને તેને છોડવું એ સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે

હંમેશા રાત્રે જો ઈચ્છા ન પણ હોય તો હળવો ખોરાઈ ખાઈને જ સુવું જેમકે ભાખરી દૂધ કે ખીચડી પણ ખાઈ લેવી જોઈએ. અ. તમારી ઊંઘ પણ રાતના ભોજનની સમયબદ્ધતાને નિર્ધારિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે

જો કોઈ તમે  રાત્રે 10 કે 11 વાગ્યે સૂઈ જાય છે, તો તમારે હળવો ખોરાક લેવો જોઈએ, ભારે નહીં. જે લોકો 8 થી 9 વાગ્યે સૂવાની ટેવ ધરાવતા હોય તેઓ રાત્રિભોજન છોડી શકે છે અથવા સાંજે પાણીથી ભરપૂર ફળોનું સેવન કરી શકે છે.

રાતના સમયે ન ખાવાથી શરીરની અંદરની સિસ્ટમ બગડી જાય છે અને એનાથી ઇન્સ્યુલિનનું સ્તર પણ પ્રભાવિત થાય છે. જો તમારા ખાનપાનની આદતોમાં ગડબડ હોય તો તેનો સીધો પ્રભાવ પણ તમારા હોર્મોન, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ પર થાય છે, જેનાથી અનેક પ્રકારના રોગો થાય છે.

લાંબે ગાળે અપચા અથવા ગેસ જેવી સમસ્યાઓના કારણે પેટ ગંભીર બીમારીનો સામનો કરી શકે છે જેથી કરીને હંમેશા રાતનો ખોરાક લઈને પછી જ સુવુ જોઈએ