Site icon Revoi.in

વાળની ખરતી સમસ્યા હોય તો આ કામ તો બિલકુલ ન કરો

Social Share

વાળની સમસ્યા તો આજકાલ મોટાભાગના લોકોને હોય છે, પણ કેટલાક લોકોને તેના વિશે અંદાજ નથી હોતો કે જે વાળની સમસ્યાનો તે લોકો સામનો કરી રહ્યા છે તે સમસ્યા તેમની આદતના કારણે જ હોઈ શકે છે. જે લોકો પોતાની કેટલીક આદતોને બદલી નાખે છે તેમાંથી કેટલાક લોકોને રાહત મળે છે અને સમસ્યાથી છૂટકારો પણ મળે છે પણ કેટલાક લોકોને રાહત મળતી નથી.

આવામાં જે લોકોને વાળની સમસ્યાથી છૂટકારો મેળવવો હોય તો તે લોકો એ આ પ્રકારની આદતોને અત્યારે જ બંધ કરી દેવી જોઈએ. જો તમે તમારા વાળને એકદમ ટાઇટ હેર સ્ટાઇલમાં બાંધો છો તો આજે જ બંધ કરી દો. કારણ કે, વાળને એકદમ ટાઇટ હેરસ્ટાલમાં બાંધવાથી વાળના ફોલિક્સમાં તણાવ પેદા થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં તેના કારણે ટ્રેક્શન એલોપેસિયા થઈ શકે છે. એક એવી સ્થિતિ જે ફોલિકલને નબળી પાડે છે, અને તમારા વાળને પરત ઉગાડવાનું રોકે છે.

વધુ પડતી સ્ટાઇલિંગ અથવા હીટ હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી તમારા વાળને તેટલું જ વધારે નુકસાન થાય છે. આવી હેર પ્રોડક્ટ્સમાં રહેલ હાઇ આલ્કોહોલ કન્ટેન્ટના કારણે તમારા વાળ સૂષ્ક અને બરછટ બને છે. જ્યારે પણ તમે વાળમાં કાંસકો કરશો તમારા વાળ ખરવા લાગે છે.

ગરમ પાણીથી વાળ ધોવાથી તમારા વાળ વધુ પ્રમાણમાં ખરી શકે છે.ગરમ પાણી વાળના સ્ટ્રેન્ડ્સને ડિહાઇડ્રેટ કરે છે, જેના પરિણામે વાળમાં ડ્રાયનેસ આવે છે. જેના કારણે વાળ ખરી પડે છે.