Site icon Revoi.in

જો તમને ટ્રાવેલિંગ દરમિયાન વોમિટિંગની સમસ્યા છે, તો હવે આટલી વસ્તુઓ રાખો તમારા પાસે

Social Share

સામાન્ય રીતે ઘણા લોકોને બસમાં ટ્રાવેલિંગ કરવાથી ઉબકા આવતા હોય છે ઘમા લોકોને વોમિટ થવાની ફરીયાદ હોય છે તો કેટલાક લોકોને ચક્કર આવવા જેવી સમસ્યાઓ રહેતી હોય છે આવી સ્થિતિમાં જે લોકોને આ પ્રકારના પ્રોબલેમ હોય છે તેમણે ઘરેથી નિકળતા પહેલા કેટલીક વસ્તુંઓ ખાય યાદ કરીને પોતાના પર્સમાં રાખી દેવી જોઈએ, તો ચાલો જાણીએ કેટલીક એવી વસ્તુઓ જે તમને તમારા ટ્રવેલિંગમાં વોમિટ જેવી સમસ્યામાંથી છૂટકારો આપશે.

યાત્રા દરમિયાન આટલી વસ્તુઓ ઘરેથી સાથે લઈ જાઓ

પાકિસ્તાનની જનતા પર મોંધવારીનો માર- પીએમ ઈમરાન ખાનની સરકારરાજમાં પેટ્રોલની કિમંત 160 પર પહોંચી

ખાટ્ટી મીઠી ચોકલેટ તમારા પર્સમાં સાથે રાખવી જોઈએ જેનાથી તમને વોમિટમાં રાહત મળે છે જીવ મચલાવાનું બેધ થાય છે

લવિંગ પણ કારગાર સાબિત થાય છે, ઘરેથી નિકળતા વખતે જ 2  લવિંગને મોઢામાં રાખીદો, આમ કરવાથી તમાને વોમિટ આવશે જ નહી,

એલચી પણ વોમિટમાં બેસ્ટ ઓપ્શન છે મુસાફરી દરમિયાન એલચીના દાણાને મોઢામાં રાખવા જોઈએ જેનાથછી ઉબકા આવવાની સમસ્યામાં રાહત મળે છે

નારંગી ખાવાથી મન ખૂબ હળવા બની જાય છે અને મોઢાનો સ્વાદ પણ સારો થઈ જાય છે. એટલા માટે તમારે મુસાફરી દરમિયાન તમારી સાથે નારંગી રાખવી જ જોઇએ.

બીજો ઓપ્શન છે આદુ, આદુમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણધર્મો છે, જેના કારણે શરદી અને તાવ એક ચપટીમાં દૂર થાય છે. તે જ સમયે, આદુ મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યાથી પણ બચાવે છે.

આ સાથે જ એક બોટલ ની અંદર લીંબુ અને ફુદીનાનો રસ ઉમેરી તેની અંદર સિંધવ મીઠું ઉમેરી અને તેને સાથે રાખો અને જ્યારે પણ ઊલટીની સમસ્યા થાય ત્યારે તેનો સેવન કરવાથી સમસ્યા દૂર થઈ જાય છે.

લીબું શરબત શક્ય હોય તો એક બોટલમાં ભરીને પાસે રાખો જ્યારે પણ વોમિટ જેવું લાગે ત્યારે એક એક ઘૂટ કરીને પીતા રહો તેનાથી ચક્કર પણ નહી આવે અને વોમિટ થશે નહી

આ સાથે જ ફુદીનાના પાન અથવા તુલસીના પાન પર સાથે રાખવા જોઈએ  જ્યારે બસ એવી જગ્યાેથી પસાર થાય છે જ્યા દુર્ગંઘ આવતી હોય એવી સ્થિતિમાં આ પાનની સુંગધ લેવી જોઈએ જેથી તમારો જીવ મચલાશે નહી