Site icon Revoi.in

શિયાળામાં વાળમાં ખોળો થવાની અને વાળ ખરવાની ફરીયાદ છે, તો ટ્રાય કરો આમળા-મેથીનો આ હોમમેડ હેર ટોનિક

Social Share

આમળાનું હેર ટોનિક શિયાળા માટે બેસ્ટ ઓપ્શન
શિયાળામાં આ ટોનિકથી વાળમાં જામતું નથી

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે,કેટલીક વખત આપણે નારિયેળ તેલ વાળમાં નાખતા હોય છે જો કે આ તેલ વાળમાં સફેદ પ્રદાર્શ બનીને જામી જાય છે,જેના કારણે વાળમાં સફેદ પોપળા ઉખડા હોય તેવું લાગે છે આ સાથે જ તેના કારણે ખોળોની સમસ્યા પણ વધે છે.આવી સ્થિતિમાં કેટલાક એવા ઘરેલું ઉપાય છે જે દાદીના સમયથી ખૂબ જ ફાયદાકારક છે અને તેમના ઘટ્ટ કાળા વાળનું રહસ્ય પણ છે.આજે એક ચટોનિક બનાવાની વાત કરીશું જે ઘરે બનાવી વાળમામં લગાવી શકાય છે તેનાથી વાળ કાળા બને છે અને ખોળો પણ દૂર થાય છે તો ચાલો જાણીએ તેને બનાવાની રીત

આમળા અને મેથી હેર ટોનિક બનાવાની જોઈલો આ રીત

એક બાઉલમાં 20 ગ્રામસુકા આમળા , 3 ચમચી મેથીના દાણા અને 10 ગ્રામ શિકાકાઈ લઈલો

હવે તેમાં બે ગ્લાસ પાણી નાખીને આખી રાત પલાળઈને રહેવા દો.

ત્યાર બાદ સવારે આ મિશ્રણને ધીમી આંચ પર ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને ઠંડુ કરો.

હવે આ પાણીને સ્પ્રે બોટલમાં સ્ટોર કરો.

હવે જ્યારે પણ તમે વાળને વોશ કરીને કોરો કરીલો ત્યાર આ સ્પ્રેને વાળના મૂળમાં સ્પ્રે કરો અને મસાજ કરો. એક કલાક પછી વાળને સારી રીતે ધોઈ લો.