Site icon Revoi.in

જો તમારે ઈન્સ્ટન્ટ નેઈલ પોલિશ સુકવવી હોય તો જોઈલો આ 4 મહત્વની ટ્રિક

Social Share

ક્યારેક મહિલાઓ એ કો ઈફંકશન કે પછી પાર્ટીમાં જદવું હોય ત્યારે તાત્કાલિક રેડી થાય છે અને જલ્દીમાં નેઈલ પોલિશ પણ લગાશે છે ત્યારે તે જલ્દી સુકાઈ તે જરુરી હોય છે નહી તો નેઈલ પેન્ટ બગડી જાય છે.સામાન્ય રીતે, નેઇલ પોલીશને સૂકવવામાં ઓછામાં ઓછી 10 થી 12 મિનિટ લાગે છે. પરંતુ ઘણી વખત આપણી પાસે પૂરતો સમય પણ નથી હોતો, જો તમે તેને વહેલામાં વહેલી તકે સૂકવવા માંગો છો, તો તમે કેટલાક સરળ ઉપાયો અપનાવીને આમ કરી શકો છો.

ડ્રાય ટોપ કોટિંગઃ- જ્યારે પણ તમે નેલ પેઇન્ટ ખરીદો ત્યારે તેની સાથે ડ્રાય ટોપ કોટિંગ પણ ખરીદી લો. નેલ પોલીશ લગાવ્યા બાદ તેને કોટિંગ કરો. જે તમને ઝડપથી નેીલ પેઈન્ટ સૂકવવાનું કામ કરીઆપશે છે.

ઠંડા પાણીનો ઉપયોગઃ- જ્યારે પણ તમે નેલ પોલીશ લગાવવા જાઓ તો સૌથી પહેલા એક બાઉલમાં બરફનું ઠંડુ પાણી લો. જ્યારે નેલ પોલીશ લગાવવામાં આવે ત્યારે હાથ કે પગને ઠંડા પાણીમાં 5 મિનિટ સુધી રાખો. આમ કરવાથી પેઇન્ટ સરળતાથી સુકાઈ જશે.

હેરડ્રાયરની મદદ લોઃ- નેઈલ પેઈન્ટ કરીને તને હેર ડ્રાયરની મદદથી હવા મારીને તેને સુકાવી શકો છો,આનાથી ખૂબ જ દલ્દી નેઈલ પોલિશ સુકાઈ જાય છે.

બેબી ઓઈલનો કરો ઉપયોગઃ- નેઈલ પેઇન્ટ લગાવ્યા બાદ તમે તેને ઝડપથી સૂકવવા માટે બેબી ઓઇલ અથવા ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો. વાસણમાં રાખેલા તેલમાં આંગળીઓ બોળીને પણ રાખી શકો છો. તેનાથી નેલ પોલીશ ઝડપથી સુકાઈ જશે.