Site icon Revoi.in

ઈન્ડિયામાં જ તમારે વિદેશની મજા માણવી હોય તો આટલા સ્થળની કરી લો મુલાકાત વિદેશ જવાની નહી પડે જરુર

Social Share

ભારકતની બહાર વિદેશમાં અનેક સુંદર સ્થળો આવેલા છે, સૌ કોઈની ઈચ્છા હોય છે કે વિદેશમાં ફરવા જઈએ ,જો કે સમય જવાબદારી ,આર્થિક સ્થિતિ આવી ઘણી બધી બાબતોથી ઘરેલાયેલા આપણે લોકો બહારના દેશમાં જઈ શકતા નથી, પણ જો તમને વિદેશના સ્થળો જેવી મજા ભારપતમાં રહીને જ માણવી હોય તો તમે  ભારતના કેટલાક ખાસ સ્થળોની મુલાકાત લઈને તમે વિદેશની જગ્યાનો આનંદ માણી શકો છો.આજે આપણે કેટલીક એવી જગ્યાઓ વિશે વાત કરીશું જે વિદેશ જેવી છે જ્યા ફરતાજ બહારના દેશમાં આવી ગયાનો એહસાસ થાય છે.

મણિપુરઃ- પૂર્વ ભારતની આ જગ્યા સુંદરતા માટે ખૂબ જ જાણીતી છે. ભારતના મિની સ્વિટ્ઝર્લેન્ડની યાદીમાં મણિપુરનો સમાવેશ થાય છે. અહીંનો નજારો પણ જોવા જેવો છે. અહીં લોકટેક લેક, ઈમા માર્કેટ, મણિપુર સ્ટેટ મ્યુઝિયમ જોવા માટે શ્રેષ્ઠ છે.

શિલોંગ- જેને ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. જો કુદરતની વચ્ચે શાંત વાતાવરણમાં નવું વર્ષ ઉજવવાનું વિચારી રહ્યા છો, તો શિલોંગ એક સારો વિકલ્પ છે. તમે સુંદર તળાવ, અદ્ભુત ધોધ અને આકાશને ચુંબન કરતા પર્વતોની વચ્ચે યાદગાર નવું વર્ષ ઉજવી શકો છો.

ખજ્જિયારઃ-હિમાચલ પ્રદેશના સુંદર મેદાનોમાં આવેલું એક નાનકડું શહેર, લીલાછમ ઘાસના મેદાનો, પાઈન વૃક્ષોથી ઘેરાયેલા જંગલો માટે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. અહીંની સુંદરતા જોઈને તમારી આંખો અને હૃદયને રાહત મળશે. તમે આ સ્થાનને અવાજથી દૂર અનુભવશો અને અંદર સમાઈ જશો.

જમ્મુ કાશ્મીરઃ- જમ્મુ-કાશ્મીરને ભારતનું સ્નેવર્ગ ગણવામાં આવે છે,  હાલ શિયાળાની શરુઆત થતાની સાથે જ આ જગ્યા બરફથી ઢંકાયેલી હોય છે, તે જોઈને કે કોઈએ સફેદ ચાદર પાથરી છે. સાથે જ ચોખ્ખા પાણીના ઝરણા જોઈને તમારું મન ચોક્કસ નહાવા લાગશે. અહી તમે બહારના દેશમાં આવ્યાની અનુભૂતિ થાય છે.

ઉત્તરાખંડનું ઓલીઃ- આ સ્થળ સ્વિત્ઝરલેન્ડ જેવું જ છે અહી આવતાની સાથે જ વિદેશમાં આવ્યા હોવાનો અનુભવ થાય છે.તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું  છે ઓલી ડે સ્કીઈંગ રેસ માટે જાણીતું છે. અહીં પહોંચવા માટે તમે દિલ્હીથી દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટની ફ્લાઈટ લઈ શકો છો, જે 180 કિમીના અંતરે આવેલું છે જ્યારે રેલ્વે સ્ટેશન 150 કિમી છે.એક વખત આ જગ્યાની ખાસ મુલાકાત લેવા જેવી છે.