Site icon Revoi.in

વિન્ટરમાં વેડિંગ એન્જોય કરવા છે તો સાડી પહેરતા વખતે આટલી ટિપ્સ કરો ફોલો , નહીં લાગે ઠંડી અને મળશે શાનદાર લૂક

Social Share

 

શિયાળો શરૂ થઈ ગયો છે. આ સિઝનમાં લગ્નની પાર્ટીની મજા જ કંઈક અનેરી હોય છે, પરંતુ ખૂબ જ ઠંડી વચ્ચે મહિલાઓ માટે એક સમસ્યા બની જાય છે કે સાડી કઈ રીતે પહેરવી કારણ કે સાડીમાં વધુ ઠંડી લાગતી હોય છે,સ્ત્રીઓ મોંઘા અને સ્ટાઇલિશ એથનિક અથવા પાર્ટી વસ્ત્રો પહેરે છે, પરંતુ વધતી ઠંડીને કારણે, તેમને સ્વેટર અથવા કોટ વગેરે સાથે રાખવા પડે છે. આવી સ્થિતિમાં તેનો સુંદર ડ્રેસ સ્વેટર નીચે છુપાઈ જાય છે.

જો તેઓ લગ્ન સિઝનમાં શિયાળાના વસ્ત્રો ન પહેરે તો તે શરદી અને શરદીથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં તમામ ફેશન નકામી બની જાય છે. તેથી જ શિયાળામાં કોઈ ઈવેન્ટમાં સાડી પહેરનારી મહિલાઓને ફેશનની બાબતમાં સૌથી વધુ તકલીફ પડે છે. તો આજે કેટલીક ટિપ્સ જોઈશું કે જેના થકી તમે ઠંડીથી બચી શકશો.

સાડી બાબતે ખાસ આટલી વાતનું શિયાળામાં રાખો ધ્યાન

જો તમે શિયાળાની ઋતુમાં સાડી પહેરી રહ્યા છો, તો એવા ફેબ્રિકની પસંદગી કરો, પછી તે જાડું હોય અને ઠંડી  ઓછી લાગે બને તો કોટન કે ખઆદીની સાડી પણ પહેરી શકો છો, આ સાથે જ તમે વેલ્વેટ ફેબ્રિકમાંથી બનેલી સાડી પહેરી શકો છો. આ પ્રકારની સાડીઓ તમને ઠંડીથી બચાવવામાં મદદ કરે છે અને લૂકને સ્ટાઈલિશ બનાવે છે.

શિયાળાની ઋતુમાં તમે ઈન્ડો વેસ્ટર્ન સાડી કેરી કરી શકો છો. એથનિક લુકને મોડર્ન ટચ આપવાની સાથે તેને ઠંડીથી પણ બચાવશે. આમાં તમે પેન્ટ સ્ટાઈલની સાડી પહેરી શકો છો.

ઠંડીથી બચવા માટે બ્લાઉઝ સ્ટાઈલ પસંદ કરતી વખતે ધ્યાન રાખો કે બ્લાઉઝ ફુલ સ્લીવ્સનું હોવું જોઈએ. ફેશન પ્રમાણે ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ પણ ટ્રેન્ડમાં છે.આ સાથે જ ફૂલ પેક નેકનું બ્લાઉઝ પસંદ કરો જેથી ઠંડી ન લાગે.

ઘણા પ્રસંગોએ, અભિનેત્રીઓ ફુલ-સ્લીવ બ્લાઉઝમાં જોવા મળે છે. સાડી સાથે લોંગ બ્લાઉઝ પણ પહેરી શકાય છે. આ સાથે જ લોંગ સ્વિલ પણ રાખી શકાય છે.જેથી સ્વેટરની જેમ બ્લાઉઝ કામ કરશે, છંડીથી રક્ષણ મળશે, લાંબા બ્લાઉઝ હંમેશા ફેશનમાં હોય છે.આ સાથે જ તમે આ પ્રકારના બ્લાઉઝની નીચે આંતરિક અથવા શરીરને ગરમાટો મળે તેવા વસ્ત્રો પહેરી શકો છો.