Site icon Revoi.in

જો તમે સ્વાસ્થ્ય વીમો કરવાવા માંગો છો, તો તે પહેલા આ કેટલીક બાબતો ધ્યાનમાં રાખજો તો છેતરાવું નહી પડે

Social Share

 

આજકાલની ફાસ્ટ લાઈફમાં  અનેક ઘટનાઓ ઘટતી હોય છે, જીવનનો કોઈ જ ભરોસો નથી, જીવનમાં ક્યારે બનશે તે કોઈ જાણતું નથી. જેથી પોતાના સાથે કઈક ઘટના ઘટે પરંતુ પરિવારના લોકોને સહાય મળી રહે તે હેતું સર લોકો જીવન વિમો લેતા હોય છે. વિમો ભવિષ્યમાં પરિવારને સુરક્ષિત અનુભવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, આજ રીતે હવે હેલ્થ ઈન્સ્યોરન્સ હવે એક જરૂરિયાત બની ગઈ છે.જીવન વિમા બાદ હવે લોકો હેલ્ખ ઈન્સ્યોરન્સ લેતા થયા છે. જે અચાનક આવી પડેલી બીમારીમાં આર્થિક સહાય પુરી પાડે છે અથવા ઓછા ખર્ચ કે ખર્ચ વિના સારવાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.જો કે અનેક કંપનીઓ ફઅરોડ પણ હોય છે જેથી આ વિમો કરાવતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

કંપની કઈ છે તે પહેલા જાણીલો

ડિજિટલ યુગનો એક ફાયદો એ છે કે તમે કંપનીનો ઇતિહાસ અથવા તેની સુવિધાઓ ઓનલાઈન ચકાસી શકો છો. આરોગ્ય વીમો મેળવતા પહેલા, તમે જે કંપની પસંદ કરી રહ્યા છો તે પહેલેથી જ તબીબી આરોગ્ય વીમો કરી રહી છે કે કેમ તે તપાસો. નવી કંપનીઓ ઘણીવાર ફ્રોડ હોય શકે છે.

અનેક બીમારીમાં ત્રણ વર્ષ બાદ વિમો આપાવમાં આવે છે.

જો તમે ડાયાબિટીસ અથવા બીપી જેવા ક્રોનિક રોગોથી પીડાતા હોવ તો મોટાભાગની કંપનીઓ લગભગ 3 વર્ષ પછી હેલ્થ ક્લેમ આપે છે. રોગોથી પીડિત થવાની સ્થિતિને પીઈડી કહેવામાં આવે છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. કંપની પાસેથી સ્વાસ્થ્ય વીમો લેતી વખતે, જાણો PED સંબંધિત તેની શરતો શું છે અને તે ક્યારે દાવો કરવાની સેવા પ્રદાન કરે છે.

શરતોની પહેલા જ ખાતરી કરી લો

મોટાભાગની કંપનીઓ સ્વાસ્થ્ય વીમામાં ગર્ભાવસ્થાના સમયગાળા અને પછી બાળકની ડિલિવરી કવર કરતી નથી. સંભવ છે કે તમે જે કંપની પાસેથી દાવો કરી રહ્યા છો તેનો એજન્ટ તમને તેને આવરી લેવા કહેશે અને વસ્તુઓ પછીથી બદલાઈ જશે. સ્કીમ લેતી વખતે આ બાબતને ક્લિયર કરવાની ખાતરી કરો. એવી ઘણી કંપનીઓ છે જે આ સેવા પૂરી પાડે છે પરંતુ તેનું પ્રીમિયમ વધારે છે.

 અચાનક સ્વાસ્થ્ય સમસ્યાઓના કિસ્સામાં, વીમો નાણાકીય સાધન તરીકે કાર્ય કરે છે. પરંતુ ડૉક્ટરને જોવાનો ખર્ચ, દવાઓનો ખર્ચ, આરોગ્ય પરીક્ષણો, આ બધી વસ્તુઓ પણ ખૂબ મોંઘી છે. વીમો લેતા પહેલા એ જાણવું પણ જરૂરી છે કે તમારી કંપની આ ખર્ચો ઉઠાવવા માટે સુવિધા પૂરી પાડે છે કે નહીં.એટસલે કે સ્વાસ્થ્ય વિમો લેતા પહેલા દરેક જીણી જીણી બાબતો પૂછી લેવી જાણી લેવી જોઈએ

Exit mobile version