Site icon Revoi.in

નખ વધારવા છે તો જોઈલો તેના માટેની કેટલીક ખાસ ટ્રિક ,ઝડપથી વધશે ગ્રોથ

Social Share

 

સામાન્ય રીતે સ્ત્રીઓને નખ લાંબા કરવાનો ઘણો શોખ હોય છે જો કે ઘણી સ્ત્રીઓને ફરીયાદ હોય છે કે તેમના નખ વધતા જ નથી અને જો વધે પમ છે તો તે તરત બટકી જાય છે અથવા તો તૂટી જાય છે. જો કે આ સમસ્યાનો પણ ઈલાજ છે તમે ઘરે રહીને કટલાક નુસ્ખાઓ અપનાવીને નખનો ગ્રોથ વધારી કો છો સાથે નખને મજબૂત પણ બનાવી શકો છો.

અહીં જાણો નખ વધારવા માટેની ટિપ્સ

1 – નાળિયેર તેલ સાથે લીંબુનો રસ

નાળિયેર તેલ સાથે લીંબુના રસનો ઉપયોગ નખને વધારવા માટે અસરકારકછે. તમે આ મિશ્રણને નખ પર લગાવી શકો છો. મિશ્રણ લાગુ કરવા માટે રુ નો ઉપયોગ કરો. લીંબુમાં વિટામિન સી હોય છે, જે નખના ઝડપી વિકાસમાં મદદ કરે છે.

2 – લસણ તેલ

નખની વૃદ્ધિ માટે લસણના તેલનો ઉપયોગ કરી શકાય છે. આ તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. આ તેલને ગરમ કર્યા પછી, તે ઠંડુ કરીને નખ પર લગાવી શકાય છે. આ નખના સારા વિકાસમાં મદદ કરે છે.

3 – વેસેલિન

નખની સારી વૃદ્ધિ માટે વેસેલિન પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકાય છે. વેસેલિન પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ નખની વૃદ્ધિ માટે પણ અસરકારક છે. નખની ત્વરિત વૃદ્ધિ માટે, તમે રાત્રે વેસેલિન પેટ્રોલિયમ જેલી લગાવીને સૂઈ શકો છો. તેના સારા પરિણામો થોડા દિવસોમાં જોવા મળશે.