Site icon Revoi.in

કિડનીને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો તમારા ભોજનમાં સામેલ કરો આ 6 વસ્તુ

Social Share

રોજીંદા જીવનની ભાગદોડમાં પણ આપણે આપમું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરુરી છે,જેમાં શરીરના અવયવોની કાળજી લેવી જે સારા ખોરાક પર નિર્ભર કરે છે, જો તમે સ્વસ્થ ખોરાક લો છો તો તમારી તંદુરસ્તી જળવાઈ રહે છે. આજ રીતે કિડની કે જે આપણા શરિરનું ખાસ અવયવ છે જેની સારસંભાળ રાખવી જોઈએ, આ માટે તમારા ભોજનમાં આ 6 વસ્તુઓનો સમાવેશ કરો જેથી તમારી કિડની હંમેશા સ્વસ્થ રહેશે.

કોબીજ – કોબીજ વિટામિન સી, ફોલેટ અને ફાઇબરનો સારો સ્રોત માનવામાં આવે છે. તે ઇન્ડોલ્સ, ગ્લુકોસિનોલેટ્સ અને થિઓસાયનાનેટથી પણ ભરપુર હોય છે. ફૂલકોબીના ઉપયોગથી કિડનીને સ્વસ્થ રાખી શકાય છે.

સફરજન – એપલ પેક્ટીનનો સારો સ્રોત ઘરાવે છે, તે દ્રાવ્ય ફાઇબર છે જે કોલેસ્ટરોલ અને ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. સફરજન એન્ટીઓકિસડન્ટોનો મહત્વપૂર્ણ સ્રોત છે, જે મગજના કોષોને સુરક્ષિત કરે છે. તાજા સફરજનમાં વિટામિન સી અને ફાઇબરનો સારો સ્રોત છે જે કિડની અને આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

પાલક – સ્પિનચ એ લીલા પાંદડાવાળી શાકભાજી છે જેમાં વિટામિન એ, સી, કે, આયર્ન, મેગ્નેશિયમ અને ફોલેટ હોય છે. તેમાં રહેલ બીટા કેરોટિન તમારી પ્રતિરક્ષા વધારવામાં મદદ કરી શકે છે. આહારમાં પાલકનો સમાવેશ કરીને કિડનીને સ્વસ્થ રાખી શકાય છે.

કેપ્સિકમ – કેપ્સિકમ એન્ટીઓકિસડન્ટોનો શક્તિશાળી સ્રોત છે. આ સિવાય તેમાં ઘણા બધા વિટામિન સી પણ સમાયેલા હોય છે. તમારા આહારમાં કેપ્સિકમનો સમાવેશ કરીને કિડનીની સમસ્યાઓથી બચી શકાય છે.

અનાનસ – અનાનસ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં ખૂબ ઓછું પોટેશિયમ અને વધુ ફાઇબર હોય છે જે કિડનીના રોગને ઘટાડવામાં મદદ કરી શકે છે.

જામુન – જામુન એંટી-ઓક્સિડેન્ટ પાવર હાઉસ છે. તે સ્વાદિષ્ટ તેમજ આરોગ્યપ્રદ છે. તેમાં સોડિયમની ઓછી માત્રા જોવા મળે છે, જેના કારણે તે કિડની અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

સાહિન-