Site icon Revoi.in

તમારે રોયલ લાઈફ જીવવી છે, તો ભારતની આ મોંધી હોટલોમાં મળશે તમને રાજાશાહી સુવિધાઓ

Social Share

ભારત દેશ સંસ્કૃતિ ,આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો દેશ છે, અહી રોજેરોજનુિં કમાઈને ખાતા લોકો પણ સરળતાથીસજીવન જીવી લે છે તો રોજની કરોડોની કમાણી કરતા લોકો માટે અવનવી સુવિધાઓથી સજ્જ જગ્યાઓ બનેલી છે,જો ભારતની કેટલીક એવી મોંધી હોયલની વાત કરીએ તો ઘણી બધી એવી હોટલો દેશમાં આવેલી છે જ્યાં એક રાત રોકાવા માટે તમારે 1 લાખથી લઈને 3 લાખ સુધીનું ભાડું ચૂકવવું પડે છે

તમારા મનમાં એમ થતું હશે કે આટલા લાખ રુપિયા વળી ભઆડું હોતું હશે ,પ1મ હા આ શાનદાર રોયલ લૂક અનેક સુવિધાોથી સજ્જ રોયલ ફેસિલીટી વાળઈ હોયલો લાખોમાં ભાડુ વસુલે છે તો ચાલો જાણીએ કેટલીક એવી હોટલ વિશે

તાજ લેક પેલેસ, ઉદેપુર

ચારેબાજુ સરોવરની વચ્ચે આવેલી ઉદેપુરની તાજ લેક પેલેસ ઘણી જ ખાસ છે. ઘણા લોકો ઉદેપુરમાં જ આ શાહી હોટલમાં એક સાંજ પસાર કરવા આવે છે.રાજસ્થાનની સૌથી સુંદર જગ્યાઓમાંની એક ઉદેપુરની શાન તાજ પેલેસ તમારુ પણ ઘર હોવું જોઇએ.

જો આ હોટલમાં એક દિવસના ભાડાની વાત કરીએ તો 18 હજારથી શરુ કરીને ₹3 લાખ 90 હજાર સુધી જાય છે.

રામબાગ પેલેસ, જયપુર

ભારતના સૌથી શાહી રાજઘરાનામાંનો એક જયપુરનો રામબાગ પેલેસ આવે છે. રાજા સવાઇ માનસિંહજી પોતાની ધર્મપત્ની ગાયત્રી દેવીની સાથે અહીં રહેતા હતા

આ 48 એકરમાં ફેલાયેલો પેલેસ રાજસ્થાનની રાજાશાહી કલાનું અદ્ભુત ઉદાહરણ છે. આ આલીશાન રૂમોનો પોતાનો અલગ જ અનુભવ છે. ક્યારેક આ સ્થળ રાજસ્થાનના રાજાઓનો મહેલ હતો.આ આલીશાન રૂમનો પોતાનો જ એક સુખદ અનુભવ છે. એક સમયે આ રાજસ્થાનના રાજાઓનો મહેલ હતો.જેનું ભાડું 24 હજાર રુપિયા લઈને 4 લાખ સુધી છ

 તાજ ફલકનુમા પેલેસ, હૈદરાબાદ

તાજ ફલકનુમા પેલેસ 2010માં ફાઇવ સ્ટાર કેટેગરીમાં આવ્યો હતો. કોઇ જમાનામાં તે પૈગાહ ખાનદાનનું ખાનગી ઘર ગણાતું હતું. જો આ હોટલના ભાડાની વાત કરીએ તો 24 હજારથી શરુ થઇને 4 લાખ રૂપિયા સુધીનું છે.

ધ લીલા પેલેસ, ઉદેપુર

ધ લીલા પેલેસ દરેક સાંજે દુલ્હનની જેમ સજાવાય છે. શાહી રાજા રજવાડાના ઘરાનાની ખાસિયત એ છે કે તેમાં સંસ્કૃતિની એક મહેક દેખાય છે, આ શાહી હોટલના રુમની કિંમત 17 હજાર થી લઇને 1 લાખ સુધી જાય છે.

ધ તાજ મહેલ પેલેસ એન્ડ ટૉવર, મુંબઇ

આમ તો મુંબઇ જ પોતે આલીશાન છે પરંતુ તાજ મહેલ પેલેસની ચમક મુંબઇને મુંબઇ બનાવે છે. સેંકડો વિદેશી પ્રવાસીઓ ભારતને મુંબઇ અને મુંબઇને તાજ પેલેસથી ઓળખે છે.અરબ સાગરની નજીક આ હોટલ 1902માં બની હતી. શાહી સ્ટાઇલ અને મુંબઇમાં હોવાના કારણે વિદેશોમાં પણ તેનું નામ છે. આ હોટલ 10 હજારથીલઈને 1 લાખ ભાડૂં વસુલે છે

Exit mobile version