Site icon Revoi.in

ખરતા વાળને કાયમ માટે ખરતા અટકાવવા હોય તો અપનાવો આ નુસ્ખાઓ, વાળ બનશે સ્ટ્રોંગ

Social Share

સામાન્ય રીતે દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે સુંદર દેખાય આ માટે ખાસ મહત્વ ધરાવે છે સુંદર અને રેશમી વાળ, જો સ્ત્રીઓના વાળ સુંદર રેશમી હશે તો તેમના ચહેરાની સુંદરતા વગમ મેકઅપે ખીલી જાય છે, જો કે ઘણી સ્ત્રીઓને વાળ ખરતા હોવાની ફરિયાદ હોય છે અને વાળ ખરી જવાના કારણે ગ્રોથ ઘટે છે જેથી ક્યારેક વાળ ખુલ્લા રાખવા હોય તો શરમ અનુભવાય છે, ત્યારે આજે કેટલીક એવી રિત જોઈશું કે જેનાથઈ તમે તમારા વાળને ખરતા અટકાવી શકો છો,  જેનાથી તમારા વાળનો ગ્રોથ પણ સારો એવો બનશે.

ખાસ કરીને આપણા વાળને સંટ્રોંગ અને તૂટતા બચાવવા માટે રાખવા માટે ફીશ એક બેસ્ટ ઓપ્શન ગણાય છે, ફિશના ઓઈલમાંથી ઘણી દવાઓ પણ બને છે કારણ કે તે આરોગ્ય સાથે સીઘો સંપર્ક ધરાવે છે, આરોગ્ય માટે ફિશ સારી માનવામાં આવે છે તે રીતે તે વાળને પણ ફાયદો કરાવે છે. સૈલ્મોન, મેકરેલ, ટ્રાઉટ અને સાર્ડીનમાં ડીએચએ અને ઇપીએ કે જે બે પ્રકારના ઓમેગા -3 ફેટી એસિડ્સ પણ હોય છે, જેથી આહારમાં આ પ્રકારનો સમાવેશ કરવાથી વાળ સારા બને છે અને ખરતા અટકે છે.

ખાસ કરીને અખરોટ વાળને ખૂબ ફાયદો કરે છે કારણ કે તેમાં ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે જે વાળની લટોમાં ભેજ જાળવવામાં મદદ કરી શકે છે.અખરોટના તેલથી વાળમાં મસાજ કરવાથી ખરતા વાળ એટકે છે.

બીજી વાત કરીએ તો સોયાબીન પણ એક બેસ્ટ ઓપ્શન છે, તેના દૂધ વડે વાળમાં મસાજ કરવામાં આવે તો વાળ ખરતા અટકી શકે છે આ સાથે જ ખોરાકમાં પણ સોયાબીનનો ભરપુર સમાવેશ કરવો જોઈએ  સોયાબીનમાં એએલએ, ઓમેગા -3 ફેટી એસિડ્સ અને વિટામિન ઈ હોય છે જે આપણા વાળને સ્ટ્રોંગ બનાવવામાં ખાસ ઉપયોગી સાબિત થાય છે.

આ સાથે જ કોપરાનું તેલ પ્રાચીન કાળથી વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે,વાળને મજબૂત બનાવવાની સાથે સાથે આ તેલ તમારા ખરતા વાળને રોકે છે અને વાળને કાળા ધટ્ટ પણ બનાવે છે.આ સાથે જ તમે ખોરાકમાં સુકા કોપરાનો પણ સમાવેશ કરી શકો છો.