Site icon Revoi.in

શિયાળામાં પ્રાવસ કરવો હોય તો આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, કેટલીક તૈયારીઓ સાથે જ ઘરની બહાર જવું હિતાવહ

Social Share

શિયાળાની મોસમ એટલે બીજી તરફ લોકોની ફરવા જવાની મોસમ, ઠંડીની સિઝનમાં પ્રવાસન સ્થળોએ લોકોનો ગસારો જોવા મળે છે, મોટા ભાગના લોકો શષિયાળામાં ફરવા જવાનું પસંદ કરે છે,. જો કે આ સિઝનમાં જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે ખાસ તૈયારીઓ સાથે નીકળવું જોઈએ. ખાસ કરીને હિલસ્ટેશન શિયાળાની ઋતુ એ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. તેથી પહાડો પર પડતો બરફ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. જો કે આ સિઝનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પેકિંગ સમયે શું સાથે રાખવું, જેથી તમને આગળ જતા મુશ્કેલી ન સર્જાય તો ચાલો જાણીએ કેટલીક સરળ પણ કામની ટિપ્સ

તાવ-શરદી કફ સીરપ જેવી દવાઓ

જ્યારે પણ તમે શિયાળામાં પ્રવાસનું આયોજન કરો છો તો ઘરથી બહાર નીકળતા પહેલા તમારે એક દવાની કિટ બનાવી જોઈએ તેમાં સામાન્ય તાવની દવા, માથાના દુખાવાની, કફ સિરપની અને શરદીની દવાઓ સાથે લેવાનું ન ભૂલવું જોઈએ કારણ કે વેધર ચેન્જના કારણે આ દરેક સમસ્યા થઈ શકે છે જેથી તાત્કાલિક દવા લઈને તમે રાહત મળેવી શકો, આ સાથે જ વિક્સ બામ પણ સાથે રાખવો જોઈએ.

ગરમ કપડાઓ

જ્યારે પણ ઘરથી બહાર શિયાળામાં નીકળો એટલે સ્વેટર સ્કાર્ફ, ટોપી ગરમ પેન્ટ જેવા વસ્ત્રો દરેક લોકોના સાથે જ રાખો, વધુ ઠંડી પડે ચતો આ વસ્ત્રોથી તમે ઠંડી સામે રક્ષણ મેળવી શકો છો અને બીમાર ખથવાથી બચી શકો છો.

સૂઝ-ચપ્પ્લ કે મોજડી

જો તમે શિયાળામાં બહાર ફરવા જાઓ છો, તો ચોક્કસપણે સારી ગુણવત્તાવાળા શૂઝ પર પૈસા ખર્ચો. જે તમારા પગને આરામ આપે છે, તમને ગરમ રાખે છે અને જમીન પર સારી પકડ ધરાવે છે. જેથી કરીને જ્યારે ડુંગરાળ અને બરફીલા વિસ્તારોમાં લપસણો હોય ત્યારે તમે કોઈ અકસ્માતનો શિકાર ન બનો.

ગોગલ્સ

ખાસ કરીને જ્યારે તમે હિલ સ્ટેશન પર જાવ છો ત્યારે બપોરના સમયે જાણે સૂર્ય તમારી આંખોમાં ખૂંચતો હોય તેવો અનુભવ ચોક્કસ થશે જેથી નાના બાળકથી લઈને તમારા દરેકના ગોગલ્સ સાથે રાખો અને તે પહેરી લો જેથી તડકો નહી લાગે અને ફરવામાં આંખોને નુકશાન પણ નહી થાય.