ઘણા માતા પિતાની ફરીયાદ હોય છે કે તેમનું બાળક 5 વર્ષ ઉપરનું હોવા છંત્તા બીજા બાળકોની સરખામણીમાં ખૂબ જ ઓછુ બોલે છે.આ વાત ઘણા માતા પિતાને માટે ચિંતા જનક સાબિત થાય છે, જો કે આ માટે ઘણા કારણો જવાબદાર હોય છે.જો કે માતા પિતાએ આ વાતને થડી ગંભીરતાથી લેવી જોઈએ જેથી કરી આ પાછળના કારણો તેઓ સરળતાથી જાણી શકે. આ માટે બાળક માટે માતા પિતાએ સમય કાઢવો જોઈએ તો ચાલો જાણીએ બાળકને કઈ રીતે તમે સમય આપી શકો અથવા શું કરીએ કે જેથી બાળક વધુ બોલે અને સહજ થાય.
પહેલા તો તમારા બાળક સાથે શાંતિથી વાત કરવાની આદત પાડવી જોઈએ બાળકને નાની નાની વાતમાં ખીજવાવાનું કે લડવાનું બંધ કરીદો, બાળકને વિશ્વાસ અપાવો કે તમે તેના પોતાના છો,આમ કરવાથી બાળકનો આત્મવિશ્વનાસ વધશે જે બાળકને બોલતું કરશે
બને ત્યા સુપધી તમારા બાળક સાથે સમય વિતાવો, બાળક સાથે હળવાશથી વાત કરી તેને જે કઈ મુંજવણ છે તે પૂછો તેના સાથે તેની વયના બની જાવો અને મસ્તી કરો મજાક કરો પછી તેને તેના મનમાં શું ચાલે છે તે પૂછો આમ કરવાથી બાળક તમારા નજીક આવશે અને બોલવાનું શરુ કરશે.
બાળક સાથે જોડાયેલ કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તેને પૂછવું જોઈએ, તેનું મંતવ્ય જાણવું જોઈએ. આમ કરવાથી બાળક તેની બધી જ બાબતો તમને જણાવશે. બાળક કોઈ સાચો નિર્ણય લે ત્યારે પ્રસંશા કરવાનું અચૂક રાખે જે તેને ખાસ કામ લાગશે તેનો વિશ્વાસ વધારવા માટેય
બાળકો સાથે સારી અને હળવાશ વાળી વાતો શેર કરો જેથી બાળકને લાગશે કે માતા પિતા અને ઘરમાં તેનું ખઆસ મહત્વ છે બાળકને દરેક બાબતમાં ગણતરી કરો તેને નાની વાતો તેને સમજાય તેવી વાતોમાં સામેલ કરો જેથી તેને તેનું મહત્વ વધતું લાગશે.
જો તમે માતા પિતા છો અને તામરુ બાળક 5 થી વધુ વયનું છે છત્તા તે સતત બોલતુ નથી સંકોચાય છે તો ઉપર યૂરક્ત તામમ ઉપાયો અપનાવાથી બાળકને તમારા પ્રત્યે વિશઅવાસ આવશે અને તે બીજા બાળકોની જેમ ફટાફટ વાત કરતું થઈ જશે. અર્થાત તમારે બાળકને વિશ્વવાસ અપાવાની જરુર છે,જેથી તેનામાં આત્મવિશ્વાસ આવે સંકોચ દૂર થાય.