Site icon Revoi.in

તમારા વાળના છેડા બરછડ થઈ ગયા છે અને ફાટી ગયા છે, તો જોઈલો આ ટિપ્સ છે તમારા કામની

Social Share

ચોમાસામાં સૌ કોઈને વાળ ખરવાથી લઈને વાળ રુસ્ક થવાની સમસ્યા સતાવે છે, આ સાથે જ  બે મોઢા વાળાની સમસ્યા તો જાણે આ ઋતુમાં સામાન્ય બની જાય છે.જે લોકોના વાળ નીચેથી બે મોઢા વાળા હોય તેમના વાળ વધવામાં પણ મુશ્કેલી સર્જાય છે.જેથી આવા વાળની ખાસ કાળજી લેવી જોઈએ તો આજે આપણે કેટલાક એવા ઉપચાર જોઈશું  કે જેના થકી આ પ્રકારના વાળની સારવાર તમે ઘરે જ કરી શકશો.

જાણો બે મોઢા વાળા વાળમાંથી છૂટકારો મેળવવા શું શું કરવું

જ્યારે પણ તમને એમ લાગે કે તમારા વાળ નીચેથી ફાટી ગયા છે અથવા તો બે મો વાળા થઈ ગયા છે, ત્યારે તમારે હેરકટિંગ ચોક્કસ કરાવવા જોઈએ, જેટલા વાળ રફ થયા હોય તેને કટિંગ કરાવી લો, જેથી વાળ વધશે.

આમળાને ક્રશ કરીને તેની પેસ્ટ રોજ રાત્રે વાળમાં લગાવીને સુઈ જાસ, ત્યાર બાદ સવારે હુંફાળા પાણીએ વાળ ઘોઈલો આમ કરવાથી વાળ સારા બને છે, અને બે મોઢા વાળા વાળની સમસ્યા ઓછી થાય છે.

આ સાથે જ એલોવેરા પણ એક બેસ્ટ ઓપ્શન છે, રોજ રાતે તમે વાળમાં એલોવરાનો પલ્પ લગાવી દો, અને હળવા હાથે ફાટેલા વાળ પર મસાજ કરો, ત્યાર બાદ આખી રાત પછી સવારે વાળ ઘોઈલો.

દિવેલથી પણ બે મોઢા વાળઆ વાળને દૂર કરી શકો છો, આ માટે તમારે દિવેલને નવશેકુ ગરમ કરી લેવું, ત્યાર બાદ આખા વાળમાં આ દિવલે વડે માલિશ કરવું ખાસ કરીને વાળના નાકા પર એટલે કે એન્ડમાં દિવેલ વધુ લાગગવું , ત્યાર બાદ વાળને શેમ્પૂ વડે ધોઈ લેવા,દિવેસ મોશ્ચોરાઈઝરનું કામ કરે છે.

એલોવેરા જેલ અને દિવેલ મિક્સ કરીને પણ તમે વાળમાં અપ્લાય કરી શકો છો,3 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી એરંડા તેલ નાખો. ત્યારબાદ જાડી પેસ્ટ બને ત્યાં સુધી બંનેને મિક્સ કરો. તૈયાર મિશ્રણને વાળના મૂળમાં લગાવીને આખા વાળમાં લગાવો.કલાક બાદ તેને ઘોઈલો આનાથી વાળમાં સારુ પોષણ મળી રહે છે.અને બે મોઢા વાળઆ વાર દૂર થઈને સિલ્કી બને છે.