Site icon Revoi.in

શિયાળાની ઠંડીમાં તમારી કારમા કાંચ પર ફોગ જામી જાય છે, જો અપનાવો આ ટિપ્સ

Social Share

હવે શિયાળાની સિઝન શરુ થઈ ચૂકી છે. ઘણા લોકોને ઠંડીની સિઝન ખૂબ ગમે છે,જો કે તેના કેટલાક ફાયદાઓ છે તો સાથે નપકશાન પમ છે જ, આજે વાત કરીશું કાર ચાલક વિશે, જે લોકો સવારમાં કે રાત્રી દરમિયાન કાર ચલાવતા હોય છે તેમણે કારના આગળના કાંચ પર ભેજનો સામનો કરવો પડે છે,અવાર નવાર આ પ્રકારની ભેજ જામે છએ જેને કારણે ઘણી વખત આગળનો રસ્તો પણ દેખાતો નથી અને ઘણી વખત આ કારણથી એક્સિડન્ટની સમસ્યા થાય છે.તો ચાલો જાણીએ કારના કાચ પર જામતી ભેજથી કઈ રીતે છૂટકારો મેળવી શકાય

એસીનું તાપમાન વધારવુંઃ-

સૌ પ્રથમ જ્યારે પણ આગળના કાંચ પર ભેજ જામી જાય ત્યારે કાચ પરના ધુમ્મસને દૂર કરવા માટે કારના એસીનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા તમારી કારની એસીનું તાપમાન વધારવું. કારના કાચની અંદર એકઠા થયેલા ધુમ્મસને દૂર કરવાની આ સરસ ટ્રિક છે અને ઈઝી પણ છે.જેમ એસીની ઠંડક થશે તેમ કારના કા પર નો ફોગ દૂર થશે

વિન્ડો એપન કરવી

જ્યારે પણ તમે કાર લઈને નીકળો અને કારના આગલા કાંચ પર ભેજ જામે ત્યારે તમારે કારની આગળની સાઈડની બન્ને વિન્ડોના કાચ ઓપન કરી લેવા જેના કારણે બહારની હવા અંદર આવશે અને કાચ પર જામેલ ભેજ દૂર થશે,

આ સાથે જ જો ત્રીજા વિકલ્પની વાત કરીએ તો ડીહ્યુમિડીફાયર તરીકે એસીનો ઉપયોગ કરો: તમે ડીહ્યુમિડીફાયર તરીકે તમારી કાર કેબિનની અંદર એસીનો પણ ઉપયોગ કરી શકો છો. જો કે આજકાલ મોટાભાગની આધુનિક કાર ક્લાઈમેટ કંટ્રોલ સાથે આવે છે, જ્યારે તમે ડિફ્રોસ્ટ સેટિંગ પર સ્વિચ કરો છો ત્યારે તે આપમેળે એસી સિસ્ટમ શરૂ કરે છે. જ્યારે તમે એસી ચાલુ કરો છો અને તેને કૂલિંગ મોડમાં સેટ કરો છો, ત્યારે વિન્ડશિલ્ડ પર ઠંડી હવા ફૂંકાશે, જે ધીમે ધીમે ભેજને દૂર કરશે.