Site icon Revoi.in

ગ્લોબલ વોર્મિંગની અસર, ભારતમાં ચોમાસું અતિભારે વરસાદ લાવે તેવી સંભાવના

Social Share

દિલ્લી: ગ્લોબલ વોર્મિંગની અસર હાલ સૌથી વધારે પર્યાવરણ પર પડી રહી છે. તેની અનેક રીતે અસર જોવા મળે છે ત્યારે જનરલ સાયન્સ એડ્વાન્સિસ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો અને તેમાં આગાહી કરવામાં આવી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકાએ બંગાળના અખાતમાં કાદવ પર સંશોધન કર્યાં. બંગાળના અખાતમાં ડ્રિલિંગ કરીને તેમણે લાખો વર્ષ જૂના કાદવ પર અભ્યાસ હાથ ધર્યો હતો.

બ્રાઉન યુનિવર્સિટી ખાતે પર્યાવરણ વિજ્ઞાનના ર્પ્રોફેસર સ્ટિવન ક્લેમેન્સે જણાવ્યું હતું કે, ભારતીય ઉપખંડમાં લોકો માટે મુશ્કેલીઓ ભયજનક બની રહી છે. ચોમાસામાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે. જે હંમેશાં ભારે વિનાશ લઈને આવે છે. અતિઆક્રમક ચોમાસાના જોખમો વધી રહ્યાં છે. બેફામ બનેલી કુદરત ઋતુઓમાં જોખમો વધારી રહી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી સામે આક્રમક ચોમાસાઓનો સૌથી મોટો ભય સર્જાયો છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતમાં ચોમાસું અતિવૃષ્ટિ સાથે વધુ ભયાનક બનતું જશે. સંશોધનોમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રીન હાઉસ ગેસોના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. હવામાં વધી રહેલું ભેજનું પ્રમાણ વાતાવરણને વધુ ગરમ કરી રહ્યું છે જેના કારણે ચોમાસામાં અતિવૃષ્ટિ જોવા મળી રહી છે.

બીજી બાજુ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં શનિવારે નૈઋત્યના ચોમાસાએ દસ્તક દીધાં હતાં. મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ પોર્ટ ખાતે ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરી હતી. શનિવારે કર્ણાટકના દરિયા કિનારાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ થયો હતો.