Site icon Revoi.in

ખેડૂત આંદોલનની અસર, દિલ્હીમાં ફળો અને શાકભાજીની આવક ઘટી

Social Share

દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ બિલોનો ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી વિરોધ કરીને આંદોલન કરી રહ્યાં છે. જેની હવે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. દિલ્હી અને તેની આસપાસની મંડીઓમાં ફળો અને શાકભાજીના આગમનમાં 30થી 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આને લીધે રિટેલ માર્કેટમાં સપ્લાય ઓછો થાય છે. જેથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં શાકભાજી અને ફળના ભાવમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રિટેલ માર્કેટમાં ફળો અને શાકભાજીનો પુરવઠો પૂરતો નથી, તો ભાવમાં વધારો થઈ શકે છે. શાકભાજીની ઉપજ પ્રમાણે તે વાવણી કરવાની મોસમ પણ છે. શાકભાજી ખેતરોમાં પૂરતા પ્રમાણમાં ઉગાડ્યા છે. પરંતુ શાકભાજી ખેતરોથી માંડી સુધી ઘટી રહ્યા છે. શાકભાજીના ભાવમાં હજી વધારો થયો નથી. પરંતુ જો આવી સ્થિતિ રહેશે તો તેમના ભાવમાં વધારો થઈ શકે છે.

ભૂતકાળમાં બટાટા અને ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. પરંતુ બજારમાં નવા બટાટા અને ડુંગળીના આગમન સાથે ભાવમાં ઘટાડો થયો છે. જો કે, જો લીલી શાકભાજીના સપ્લાય પર કોઈ અસર થાય છે, તો તે મોંઘા થઈ શકે છે. ગયા મહિના સુધી બટાટા દિલ્હી-એનસીઆર માર્કેટમાં 40 થી 50 રૂપિયામાં અને ડુંગળી 50 થી 70 રૂપિયામાં વેચાઇ રહી હતી.આ દરમિયાન ડુંગળીના ભાવને કાબુમાં કરવા માટે સરકાર તેની આયાતની સ્થિતિમાં રાહત આપવાની તૈયારી કરી રહી છે.

Exit mobile version