Site icon Revoi.in

યુદ્ધની અસરઃ અમેરિકા-UAEમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો

Social Share

ન્યૂયોર્ક, 31 માર્ચ 2026: મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવની માઠી અસર હવે વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. અમેરિકાથી લઈને ખાડી દેશ UAE સુધી ઇંધણના ભાવમાં વધારો થયો છે, જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 72 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે.

અમેરિકામાં ગેસોલિન(પેટ્રોલ)ના ભાવ છેલ્લા ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટી વટાવી ગયા છે. અમેરિકામાં ગેસોલિનની સરેરાશ કિંમત 4.018 ડોલર પ્રતિ ગેલન(1 ગેલન એટલે 3.8 લીટર) જે ભારતીય પ્રમાણ આશરે રૂ. 380 પર પહોંચી ગઈ છે. ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ ભાવમાં 30% થી વધુનો ઉછાળો આવ્યો છે. ડીઝલના ભાવ 5 ડોલર પ્રતિ ગેલન(1 ગેલન એટલે 3.8 લીટર)ને પાર કરી ગયા છે, જે યુદ્ધની સ્થિતિ બાદ 40% થી વધુનો વધારો દર્શાવે છે.

યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ની ફ્યુઅલ પ્રાઇસ કમિટીએ પણ નવા ભાવ જાહેર કર્યા છે, જે 1 એપ્રિલથી અમલી બનશે. સુપર 98 પેટ્રોલ 30% ના વધારા સાથે 3.39 દિરહામ (આશરે રૂ. 87/લીટર) તથા સ્પેશિયલ 95 પેટ્રોલ 32% ના વધારા સાથે 3.28 દિરહામમાં લોકોને મલશે. આવી જ રીતે UAEમાં ડીઝલના ભાવમાં સૌથી મોટો 72%નો વધારો થયો છે. હવે ડીઝલ 4.69 દિરહામ (આશરે રૂ. 120/લિટર)ના ભાવે મળશે, જે અગાઉ 2.72 દિરહામ હતું.

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં જબરદસ્ત તેજી આવી છે. બેન્ચમાર્ક બ્રન્ટ ક્રૂડના ભાવમાં માત્ર એક મહિનામાં 48% નો વધારો થયો છે અને હાલ તે 107.28 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે.

વધુ વાંચો: સીએમ યોગીની માતા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર મૌલાનાને એસટીએફ દ્વારા ધરપકડ

Exit mobile version