- તાલિબાનનો આતંક વધ્યો
- ગરીબ દેશ પાકિસ્તાન પર હુમલો કરવાની આપી ધમકી
- પાકિસ્તાનની સરકાર સહિત તમામ લોકો ચિંતામાં
દિલ્હી:તાલિબાન દ્વારા જે રીતે અફ્ઘાનિસ્તાનની સત્તાને હાથમાં લઈ લેવામાં આવી તેને જોતા લાગતું જ હતું કે પાકિસ્તાન માટે ભવિષ્યમાં ચિંતા વધી જશે. હવે આ વાત સાચી પડી રહી તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે ફરી એકવાર તાલિબાને પાકિસ્તાન સાથે યુદ્ધનો આદેશ જારી કર્યો છે. પાકિસ્તાન અને તહરીક-એ-તાલિબાન વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો હતો.
તાલિબાને ઇમરાન ખાન સરકાર સાથે મળીને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ યુદ્ધવિરામ ખતમ કરવાની જાહેરાત કરી છે.
તાલિબાને કહ્યું છે કે તેઓ આ યુદ્ધવિરામ ખતમ કરી રહ્યાં છે. તાલિબાને તેમના લડવૈયાઓને કહ્યું કે તે હવે પાકિસ્તાન પર હુમલો કરશે. તાલિબાને ઈમરાન સરકાર પર ભૂતકાળમાં લીધેલા નિર્ણયોનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો છે.
TTP દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બંને પક્ષો 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2021 સુધી એક મહિનાના યુદ્ધવિરામનું પાલન કરવા માટે પણ સંમત થયા હતા અને સરકાર ‘102 જેલમાં બંધ મુજાહિદ્દીન’ને મુક્ત કરશે અને તેમને ‘IEA’માં મોકલશે. અને બંને મારફતે TTPને સોંપશે. બંને પક્ષો વચ્ચે થયેલા નિર્ણયોનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ રહી એટલું જ નહીં, પરંતુ તેનાથી વિપરીત સુરક્ષા દળોએ ડેરા ઈસ્માઈલ ખાન, લક્કી મારવત, સ્વાત, બાજૌર, સ્વાબી અને ઉત્તર વઝીરિસ્તાનમાં દરોડા પાડીને આતંકવાદીઓને મારી નાખ્યા અને અટકાયતમાં લીધા. TTPએ કહ્યું, ‘આ સંજોગોમાં યુદ્ધવિરામ સાથે આગળ વધવું શક્ય નથી.’