Site icon Revoi.in

જો બાઈડનનો સંકલ્પ: પહેલા 100 દિવસમાં10 કરોડ લોકોનું થશે કોરોના વેક્સીનેશન

Social Share

નવી દિલ્લી: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન એ સંકલ્પ કર્યો છે કે, તેમના કાર્યકાળના પહેલા 100 દિવસમાં કોરોના જેવી ઘાતક મહામારીમાં લોકસ્વાસ્થને પ્રાથમિકતા આપી 10 કરોડ લોકોનુ કોરોના વેક્સીનેશન કરાવશે. તેઓ દેશમાં તમામ લોકો માટે માસ્ક પહેરવાનુ પણ ફરજીયાત કરાવશે. તેમજ સુનિશ્ચિત કરશે કે દેશની મોટા ભાગની શાળાઓ ખુલી જાય.

જો બિડેને અમેરિકાની જનતાને ભરોસો અપાવ્યો હતો કે, પોતાના કાર્યકાળના પહેલા 100 દિવસમાં તેમના નિષ્ણાંતોની ટીમ એક અસરકારક સ્વાસ્થ સેવા તૈયાર કરશે. તેમણે અર્થતંત્રને પણ પટરી પર લાવવાનો સંકલ્પ લીધો હતો.

ચીનમાંથી ઉદભવેલી કોરોના મહામારીના ઝપેટામાં આવ્યા બાદ મહાસત્તા અમેરિકામાં ગંભીર સ્થિતિ ઉભી થઇ હતી. અમેરિકા કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત દેશોની હરોળમાં પહેલા સ્થાને છે. અહીં લગભગ 1.5 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાંથી 2,86,000 દર્દીઓ જીવ ગુમાવી બેઠા છે.

હાલ અમેરિકા માટે સૌથી મોટો પડકાર છે કે તે શક્ય એટલી જલ્દી પોતાના લોકોને કોરોનાવાયરસ જેવી મોટી સમસ્યાથી બચાવે અને ફરીવાર અમેરિકાને પહેલા જેવુ કરી શકે.