Site icon Revoi.in

હાય રે મોંઘવારી… અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી,

Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ, રાધણગૅસ, સીએનજી-પીએનજીના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ સદીને વટાવી ગયો છે. એટલે એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને વટાવી ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ પણ 100ની નજીક પહોંચી ગયો છે. જોકે ભાવનગર સહિત કેટલાક શહેરોમાં ડીઝલનો ભાવ પણ 100ને વટાવી ગયો છે.

મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક બળબળતો ડામ લાગ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીવાર ભડકો થયો છે. આ સાથે જ અમદાવાદમાં નોરતાના પ્રથમ દિવસે પેટ્રોલ 100 રુપિયા પ્રતિ લીટરને પાર પહોંચ્યું છે. ગઈ કાલે પેટ્રોલનો ભાવ 99.71 રુપિયા હતો. જે વધીને હવે 100.04 રુપિયા થયો છે. જ્યારે ડીઝલની કિંમત 98.92 રુપિયા પ્રતિ લીટર થઈ છે. ગાંધીનગરમાં પણ પેટ્રોલ 100 રુપિયાને પાર થઈ ગયું છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જોઈએ તો અમદાવાદમાં પેટ્રોલ-100.04 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.92 રુપિયા પ્રતિ લીટર, વડોદરામાં પેટ્રોલ 99.70 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.40 રુપિયા પ્રતિ લીટર, ગાંધીનગરમાં પેટ્રોલ 100.32 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 99.19 રુપિયા પ્રતિ લીટર, જામનગરમાં પેટ્રોલ 99.97 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.84 રુપિયા પ્રતિ લીટર, સુરેન્દ્રનગરમાં પેટ્રોલ 100.30 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.47 રુપિયા પ્રતિ લીટર, અમરેલીમાં પેટ્રોલ 100.82 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 99.78 રુપિયા પ્રતિ લીટર, રાજકોટમાં પેટ્રોલ 99.79 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.68 રુપિયા પ્રતિ લીટર, બોટાદમાં 101.30 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 100.15 રુપિયા પ્રતિ લીટર, જ્યારે જૂનાગઢમાં પેટ્રોલ 100.78 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 99.67 રુપિયા પ્રતિ લીટર, દ્વારકામાં પેટ્રોલ 99.79 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.66 રુપિયા પ્રતિ લીટર, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં પેટ્રોલ 101.73 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 100.61 રુપિયા પ્રતિ લીટર તો કોડીનાર- પેટ્રોલ 102.08 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 100.96 રુપિયા પ્રતિ લીટર અને ઉનામાં પેટ્રોલ 101.92 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 100.79 રુપિયા પ્રતિ લીટર ભાવ ચાલી રહ્યા છે. રાજ્યના 8 મહાનગરોમાં ભાવનગર શહેરમાં આજે સૌ પ્રથમ ભાવનગર શહેર આઇઓસી, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના સાદા ડીઝલના એક લીટરનો ભાવ રૂ.100ને વટી ગયો છે. જેથી મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. કારણ કે ડીઝલના ભાવ વધતા જીવનજરૂરી ખાદ્યવસ્તુઓ સહિતના ભાવોમાં તોતિંગ વધારો થયો છે.  (file photo)