Site icon Revoi.in

DUમાં હવે વિદ્યાર્થીઓ રામાયણ અને મહાભારતનો કરશે અભ્યાસ, હિન્દુ સ્ટડી સેન્ટર શરૂ

Social Share

દિલ્હી – હવે દેશભરની ઘણી શાળાઓ અને યુનિવર્સિટી માં ભારતની સંસ્કૃતિ અટલેકે રામાયણ અને મહાભારતના પાઠ ભણવાની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે હવે દિલ્હીમાં પણ આ સરૂઆત થઈ ચૂકી છે .

પ્રાપ્ત જાણકારી અનુસાર દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ બેચની શરૂઆત હવન-યજ્ઞથી કરવામાં આવી હતી. સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝમાં મોટા અને નાના બંને વિકલ્પોનો સમાવેશ થાઈ  છે.

આ સાથે જ વિદ્યાર્થીઓ તેમની ઈચ્છા મુજબ ગમે તે વિકલ્પ લઈ શકે છે. માઇનોરમાં, તમે કમ્પ્યુટર, કોમર્સ, પોલિટિકલ સાયન્સ જેવા વિવિધ વિષયોનો અભ્યાસ કરી શકશો. આ વિષયોમાં ગાંધી, એમ એન રાય, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, કૌટિલ્ય, મનુ સ્મૃતિને લગતા વિષયો પણ ભણાવવામાં આવશે.ડીયુ સાઉથ કેમ્પસના ડાયરેક્ટર એ જણાવ્યું કે તેમાં સંસ્કૃત, અંગ્રેજી અને કોમ્યુનિકેશન સ્કીલના પેપર પણ છે.યુજીસીના આખા અભ્યાસક્રમમાં કેટલીક બાબતો ઉમેરીને લેવામાં આવી છે

આ રિપોર્ટ મુજબ અહીંના વિદ્યાર્થીઓ માસ્ટર્સ કરશે. તેમાં 60 સીટો છે. UG પછી આવનાર કોઈપણ વિદ્યાર્થી અહીં પ્રવેશ લઈ શકે છે. સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝના સહ-નિર્દેશક એ જણાવ્યું હતું કે 60 બેઠકો માટે 500 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.
Exit mobile version