Site icon Revoi.in

ફિલ્મ ‘ફૂકરે’ નું પ્રથમ દિવસનું કલેક્શન આવ્યું સામે, પહેલા જ દિવસે દર્શકોનો મળ્યો ખૂબ સારો પ્રતિસાદ

Social Share

મુંબઈઃ વિતેલા દિવસને ગુરુવારને ગણેશ વિસર્જનના દિવસે ફૂકરરે 3 સિમેના ઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મને પ્રથમ દિવસે દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જવાન ફિલ્મના દર્શકો હવે ઘીરે ઘરીે ફૂકરે તરફ વળે તો નવાઈની વાત નહી હોય.

માહિતી પ્રમાણે ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન સામે આવ્યું છે બોક્સ ઓફિસ ટ્રેકર સચનિલ્કના પ્રારંભિક ડેટા પ્રમાણે, ફુકરે 3 એ ભારતમાં પ્રથમ દિવસે 8.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે વેક્સીન વોરની સામે તે ઘણું વધારે છે. જોકે, ફુકરે 3નું કલેક્શન સાઉથની ફિલ્મ સ્કંદાના કલેક્શનથી પાછળ જોવા મશે છે જો કે માનવામાં આવે છે કે વિતેલા દિવસે મોટાભાગના લોકો ગણેશ વિસર્જનમાં વ્.યસ્ત હોવાથી થીયેટર સુઘી પહોચ્યા હી હોય એટલે વિકેન્ડમાં ફૂકરેની કમાણી વઘવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ફૂકરે ભાગ 3 કોમેડિથી ભરપુર છે,પહેલા 2 પાર્ટની જેમ જ આ ફિલ્મમાં કોમેડિ કલાકારોનો જોદુ છવાયો છે ફિલ્મમાં પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, મનજોત સિંહ, રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠીની કેમેસ્ટ્રી ફરી એકવાર સાથે રંગત જમાવી છે. જો ફિલ્મના નિર્દેશનની વાત કરીએ તો મૃગદીપ સિંહ લાંબાએ કર્યું છે. જ્યારે નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની છે.

Exit mobile version