Site icon Revoi.in

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કેસના તમામ રેકોર્ડ તૂટ્યા – 17 હજારથી પણ વધુ કેસ નોંધાયા

Social Share

અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના રાફળો ફાટ્યો છે, વિતેલા 24 કલાકમાં રાજ્યમાં જે નવા કેસ નોઁધાયા છે તે આકંડાએ કોરોના મહામારી શરુ થઈ ત્યારથી આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે, આ સાથે જ એક દિવસ પહેલાની સરખામણીમાં કુલ કેસમાં 5 હજાર કેસનો વધારો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યમાં પ્રથમ વખત  17 હજાર 319 કેસ નોંધાયા છે. આ જોતા કહી શકાય કે હવે કોરોના સામુદાયિક રીતે પ્રસવા લાગ્યો છે, આ સાથે જ કોરોનાના દ10 દર્દીઓના મોત થયા છે, તો બીજી તરફ હવે આ સાથે જ રાજ્યમાં 79 હજારથી પણ વધુ કેસો સ્કરિય જોવા મળ્યા છે,

હવે રાજ્યમાં વધતા કોરોનાના કેસો ખરેખર ચિંતાનો વિષય બન્યા છે કારણ કે  આ પહેલા 7 મેના રોજ 12 હજાર 64 કેસ હતા.પછી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 હજાર 319 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ 79 હજાર 600 એક્ટિવ કેસ જોવા મળે  છે, જેમાંથી 113 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 79 હજાર 79 હજાર 487 દર્દીની હાલત સ્થિર છે.આ જોતા હવે ખરેખર કોરોનાની ગાઈલાઈનને ગંભીરતાથી અનુસરવાના દિવસો આવી ગયા છે, હજી પણ કેટલાક લોકો માર્કેટમાં માસ્ક વગર જોવા મળે છે જો પરિસ્થિતિમાં સુધારો નહી થાય તો આ આકંડા આવનારા થોડા જ દિવસોમાં બમણો થાય તો નવાઈની વાત નહી હોય.