Site icon Revoi.in

ક્રિશ 4 માં હૃતિક રોશન સુપરહીરો અને વિલન બંનેની ભૂમિકા નિભાવતો જોવા મળશે

Social Share

મુંબઈ: ફિલ્મ વોરની સફળતા પછી હૃતિક રોશને ભલે હજી સુધી તેના આગામી પ્રોજેક્ટ્સની ઘોષણા કરી નથી,પરંતુ તેના પિતા રાકેશ રોશન ક્રિશના આગળના પાર્ટને લઈને તૈયારીઓ કરી રહ્યા છે. ટૂંક સમયમાં ક્રિશ 4 ની શરૂઆત થવા જઈ રહી છે. આ સમાચાર આવ્યા પછી ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. અગાઉના ત્રણ પાર્ટને પ્રેક્ષકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ ચોથો પાર્ટ એકદમ અલગ જ હશે. આ વખતે રાકેશ રોશન આ ફિલ્મમાં કંઈક અલગ જ કરવા જઇ રહ્યા છે.

બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ હૃતિક રોશન આ ફિલ્મમાં માત્ર હીરોની જ ભૂમિકા નહીં પરંતુ તે એક મુખ્ય વિલનની પણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા એવી રીતે બનાવવામાં આવી છે કે, સુપરહિરો અને સુપર વિલન બંને પાત્ર હૃતિક જ નિભાવશે. ફિનાલેમાં હૃતિકનો હૃતિક સાથે જ મુકાબલો થશે.

અગાઉ રજનીકાંતની ફિલ્મ રોબોટ 2.0 માં આવા જ આઈડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રજનીકાંતે આ ફિલ્મમાં રોબોટ અને વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી હતી. હવે રાકેશ રોશન તેની ફિલ્મમાં આ પ્રકારનું કામ કરશે.

થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે, હૃતિક જલ્દી ડિઝની-હોટસ્ટાર સાથે મળીને એક મોટી વેબ સીરીઝ કરતો જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ, હૃતિક આ વેબ સિરીઝ માટે 75 કરોડ રૂપિયા લઈ રહ્યો છે.

હૃતિક આવતા વર્ષે માર્ચથી તેની શૂટિંગ શરૂ કરશે.હૃતિકની આ વેબ સીરીઝ બ્રિટિશ સીરીઝ ‘ધ નાઇટ મેનેજર’ ની રિમેક હશે. આ સીરીઝમાં હૃતિક એક લક્ઝરી હોટલના નાઇટ મેનેજર તરીકે જોવા મળશે. જે પૂર્વ ભારતીય સૈનિક અને સરકારી એજન્ટ દ્વારા ભરતી કરવામાં આવે છે. જે એક નિર્દય હથિયાર ડીલરના આંતરિક ચક્રમાં ઘુસણખોરી કરે છે.

-દેવાંશી