Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં જનસંપર્ક વિભાગની મદદ લેવા તથા સરકારી યોજનાઓની માહિતી Koo એપ પર મળશે

Social Share

દિલ્હી: ટ્વિટર અને સરકાર વચ્ચે વિવાદ થતા મધ્યપ્રદેશની સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ સરકારની તમામ યોજનાઓ વિશે સૌથી ઝડપી જાણવા માટે Koo પર તેમના સત્તાવાર હેન્ડલ @JansamparkMPને પણ ફોલો કરી શકાશે. જો કે દેશી માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Koo એપ્લિકેશન વધુને વધુ લોકપ્રિય બની રહી છે અને લોકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે હવે ઘણી રાજ્ય સરકારો અને રાજ્યના નેતાઓ પણ વધુને વધુ આ મંચ પર જોડાઈ રહ્યા છે.

તાજેતરમાં મધ્યપ્રદેશનો જનસંપર્ક વિભાગ પણ આ પ્લેટફોર્મ સાથે જોડાયો છે અને હવે આ પ્લેટફોર્મ દ્વારા લોકોને સરકારી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મળશે. જનસંપર્ક વિભાગે તેના Koo એપ પરના @JansamparkMP ના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરીને આની જાહેરાત કરી અને કહ્યું કે હવે Koo પર શાસન-વહીવટ સંબંધિત તમામ જરૂરી માહિતી નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, લોકસભા સાંસદ નકુલ નાથ પહેલાથી જ આ એપ પર ખૂબ જ સક્રિય છે અને આ એપ દ્વારા તમામ અપડેટ્સ શેર કરતા રહે છે. Koo એપ્લિકેશન આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. તમે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરીને આ એપમાં એકાઉન્ટ બનાવી શકો છો. આ સિવાય તમે ઘણી ભારતીય ભાષાઓમાં આ એપનો ઉપયોગ કરી શકો છો.