Site icon Revoi.in

રાજસ્થાનમાં શોલે ફિલ્મના દ્રશ્યો થયા તાજાઃ મહિલા ન્યાયની માંગણી સાથે પાણીના ટાંકા ઉપર ચડી

Social Share

દિલ્હીઃ બોલીવુડની સુપરહિટ ફિલ્મ શોલેમાં બસંતી સાથે લગ્નને લઈને વીરુનુ પાત્ર ભજવતા ધર્મેન્દ્ર પાણીની ટાંકી ઉપર ચડી જાય છે. આવો જ બનાવ રાજસ્થાનમાં જોવા મળ્યો છે. રાજસ્થાનાના સીકરમાં કટરાથલ ગામમાં એક મહિલા પાણીના ટાંકા ઉપર ચડી ગઈ હતી. જમીન વિવાદમાં ન્યાયની માંગણી સાથે મહિલા પાણીના ટાંકા ઉપર ચડી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કટરાથલ ગામમાં 52 વર્ષિય મહિલા વિમલેશનો જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મહિલાના સસરાએ પોતાનીનો ભાગ પાડ્યો હતો. આ દરમિયાન પોતાની પૂરી જમીન પૌત્રના નામે કરી દીધી હતી. મહિલાને જમીનમાં કોઈ ભાગ મળ્યો ન હતો. જેથી મહિલા નારાજ થઈ હતી. તેમજ મહિલાને ચિંતા હતી કે, પુત્ર મોટો થયા બાદ સમગ્ર જમીન વેચી દેશે. મહિલાએ આ સંબંધમાં ન્યાય મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. અનેક સ્થળો ઉપર રજૂઆત કરી હતી. તેમ છતા કોઈ નિર્ણય આવ્યો ન હતો. જેથી તેણે આ ખતરનાક પગલુ ભરવાનો નિર્મય લીધો હતો. જમીન વિવાદને લઈને મહિલા પાણીની ઉંચી ટાંકી ઉપર ચડી ગઈ હતી.

ડાડિયા પોલીસ સ્ટેશનના પ્રભારી સુભાષ ચંદ્રએ જણાવ્યું હતું કે, મહિલા જમીનને લઈને નવેસરથી ભાગ પાડવાની માંગણી કરી રહી છે. તમામ લોકોના સમજાવ્યા બાદ તે નીચે ઉતરી હતી. તેમજ ફરીથી આવુ પગલું નહીં ભરવા પોલીસે તેને સમજાવી હતી.