Site icon Revoi.in

કોરોનાકાળમાં આ અમેરિકન ઉદ્યોગપતિઓએ કરી અધધ કમાણી, એલન મસ્ક પ્રથમ સ્થાને

Social Share

દિલ્લી: ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિસી સ્ટડીએ ધનાઢ્ય લોકોની લિસ્ટ બહાર પાડી છે, જેમણે કોરોનાના કાળમાં તેમની સંપત્તિમાં અનેકગણો વધારો કર્યો છે. તો ચાલો આપણે જાણીએ કે, તે પાંચ નામ કયા છે,જેણે આ સમય દરમિયાન સૌથી વધુ સંપત્તિમાં વધારો કર્યો છે.

કોરોના કાળમાં સૌથી વધુ કમાણી કરનારા ટોપ પાંચ અમેરિકી ઉદ્યોગપતિમાં પાંચમાં સ્થાન પર બિલ ગેટ્સનું નામ છે. માઇક્રોસોફ્ટ કંપનીના માલિક બિલ ગેટ્સની સંપત્તિ 18 માર્ચથી 24 નવેમ્બર દરમિયાન 98 અરબ ડોલરથી વધીને 119.4 અરબ ડોલર થઈ છે.

આ લિસ્ટમાં ચોથા ક્રમે બર્કશાયર હૈથવેના માલિક વોરન બફેટ છે. 18 માર્ચથી 24 નવેમ્બર દરમિયાન તેમની સંપત્તિ 67.5 અરબ ડોલરથી વધીને 88.3 અરબ ડોલર થઈ ગઈ છે.

ત્રીજા સ્થાન પર એમેઝોનના માલિક જેફ બેઝોસનું નામ આવે છે. 18 માર્ચથી 24 નવેમ્બર વચ્ચે તેમની સંપત્તિ 113 અરબ ડોલરથી વધીને 182.4 અરબ ડોલર થઈ ગઈ છે. આ વધારો 61.40% કરતા વધારે રહ્યો છે.

કોરોના કાળમાં સૌથી વધુ કમાણી કરનારા બીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ છે. 18 માર્ચથી 24 નવેમ્બરની વચ્ચે તેમની કુલ સંપત્તિમાં 86% નો ઉછાળો આવ્યો હતો. જે 54.7 અરબ ડોલરથી વધીને 101.7 અરબ ડોલર થઈ છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિસી સ્ટડીના અહેવાલ મુજબ 18 માર્ચથી 24 નવેમ્બરની વચ્ચે કોરોના કાળ દરમિયાન જેની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે તે છે એલન મસ્ક. ટેસ્લા કંપનીના માલિક એલનની કુલ સંપત્તિ 24 અરબ ડોલરથી વધીને 126.2 અરબ ડોલર થઈ છે. આ વધારો 413% કરતા વધારે રહ્યો છે.

-દેવાંશી