Site icon Revoi.in

વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોનાનો કહેર- છેલ્લા 24 કલાકમાં જ 70 હજાર કેસ નોંધાયા

Social Share

સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે,અનેક ક્ષેત્રમાં હેમંશા આગળ રહેનારુ અમેરીકા જેને વિશ્વની મહાસત્તા ગણઆવામાં આવે છે તે દેશમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,અમેરીકામાં છેસ્લા 1 જ દિવસમાં નવા કેસનો આકંડો ભયજનક સામે આવ્યો છે,70 હજાર નવા કેસો સામે આવ્યા છે,તે સાથે જ મૃતકોની સંખ્યામાં પણ દિવસેને દિવસે વલધારો નોંધાઈ રહ્યો છે.

અમેરીકાના એરીઝોના,ફલોરિડા,કેલિફોર્નિયા અને ટેક્કાસ કોરોનાના કેસ વધવાની બાબતે ખુબ જ આગળ છે,અમેરીકાના 30 જેટલા રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,ત્યારે અમેરીકામાં નોંધાયેલા 70 હજાર કેસ રેકોર્ડ સ્તરે નોંધાયા છે.

જેમાં ફ્લોરિડામાં એક દિવસમાં 15 હજાર નવા કોરોનાના કેસ સામે આવ્યા છે,કારણ કે,હવે અમેરીકામાં જનજીવન સામાન્ય ઘોરણે લોકો જીવતા થયા છે,રસ્તાઓ માર્કેટ ખુલ્લા મુકવામાં આવ્યા છે,અમેરીકામાં જુન મહીનામાં સોથી વધુ કેસો સામે આવ્યા હતા.

વિતેલા મહિના જુનમાં 28 હજાર કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા ત્યારે આ આંકડો જુલાઈ મહીનામાં વધીને 57 હજાને પાર થયો હતો,તે સાથે જ કેટલાક સ્થળો પર લોકો દ્રારા માસ્ક પણ પહેરવામાં ન આવતા આ ખતરો મોટા પ્રમાણમાં વધી રહ્યો છે,ત્યારે અમેરીકાના નિષ્ણઆંતોનું કહેવું છે કે,જો માસ્ક પહેરવામાં નહી આવે તો કોરોનાનું સંક્રમણ ખુબ વધુ વધી શકે છે સ્થિતિ ગંભીર બની શકે છે તેવી ચેતવણી આપવામાં આવી હતી.

ત્યારે યુકેમાં ઓક્સફર્ડ યુનિવસટીમાં કરવામાં આવેલ એક સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે , બ્રિટનમાં કોરોના મહામારીનું બીજું મોજું આવવાને પગલે હર્ડ ઇમ્યુનીટી વિક્સી ગઇ છે. આ અભ્યાસમાં ભારતની મૂળ પ્રોફેસર સુનેત્રા ગુપ્તાનો પણ સામાવેશ થાય છે.

આ સ્ટડીમાં માહિતી આપવામાં આવી છે કે, બ્રિટનના લોકોમાં જો કોરોના સંક્રમણની બીજી ભરતી આવે તો પણ અહીના લોકો તેનો સામનો કરી શકશે કારણ કે શરદી,કફ ખાસી જેવા સામાન્ય રોગો સામે પહેલાથી જ અહીંના લોકો લડી રહ્યા છે જેના કારણે તેઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયેલો થે,જેથી કોરોના જેવી બિમારી સામે તેઓ લડી શકશે.

સાહીન-