Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 975  કેસ નોંધાયા- સકારાત્મકતા દર 0.32 ટકા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી તે દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો ફરી જોવા મળી રહ્યા છએ આવી સ્થિતિમાં દેશમાં નોંધાતા કેસો પણ હવે ફરી 900ને પાર પહોંચ્યા છે, જ્યારે થોડા સમય પહેલા આ આંકડો 700 આસપાસ નોંધાતો હતો.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કોરોનાના 975 કેસ સામે આવ્યા છે. સાથે જ 4 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો હતો, તે જ સમયે, એક દિવસ પહેલા 949 કેસ નોંધાયા હતા. 

જો કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો હાલમાં દેશમાં કોરોનાના 11 હજાર 366 સક્રિય કેસ જોવા મળી રહ્યા છે. સક્રિય કેસોની સંખ્યા એક દિવસ પહેલા કરતા 175 વધું જોવા મળી  છે. આ કુલ કેસના 0.03 ટકા કેસ છે.

આ સાથે જ  છેલ્લા 24 કલાકમાં દેશમાં 796 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે, ત્યારબાદ કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા 4 કરોડને પાર પહોંચી છે.

આ સાથે જ જો કોરોનામાંથી સાજા થનારા લોકોના દરની વાત કરીએ તો દેશમાં રિકવરી રેટ 98.76 ટકા નોંધાયો છે. જ્યારે સકારાત્મકતા દર વધીને 0.32 ટકા થયો છે, તો સાપ્તાહિક હકારાત્મકતા દર 0.26 ટકા પર જોવા મળે છે.

બીજી તરફ દેશની રાજધાનીમાં કોરોનાનો કહેર ફેલાયેલો જોવા મળી રહ્યો છે અહી શાળામાં બાળકો પોઝિટિવ મળીરહ્યા છે.દિલ્હીમાં કોરોનાના કેસમાં વધુ વધારો, પોઝિટીવીટી રેટ 4 ટકાની નજીક આવી ચૂક્યો છે ત્યારે હવે સરકારની ચિંતા ફરી વધતી જોવા મળી છે,