Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા, સક્રિય કેસો 8 હજારને પાર

Social Share

દિલ્હીઃ- દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસની સંખ્યા 1ને પાર જોવા મળી રહી છે ત્યારે કેન્દ્ર અનેક રાજ્યોને પતચ્ર લખીને ચેતવણી આપી છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બે દિવસ અગાઉ આ બાબતે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજી હતી. કોરોનાના વધતા સંક્રમણને લઈને કેન્દ્ર ચિંતામાં છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન દેશભરમાં  1 હજાર 590 નવા  કેસ નોંધાયા છે, જે 146 દિવસમાં સૌથી વધુ  કેસ કહી શકાય છે.તો બીજી કરફ હવે એક્ટિવ કેસનો આંકડો પર વધી રહ્યો છે જે હાલ  8 હજાર 601 થઈ ચૂક્યા છે.

 ગઈકાલની સરખામણીએ આજે ​​પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે દેશમાં કોરોનાના 1590 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોના સંક્રમણને કારણે 6 લોકોના મોતના સમાચાર છે.
આ પહેલા શુક્રવારે દેશમાં કોરોનાના 1249 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે આ દરમિયાન 2 લોકોના મોત થયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના વધુ 341 નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ જો છેલ્લા 24 કલાકમાં થયેલા કોરોનાથી મોતની વાત કરી તો 6 લોકોના મૃત્યુ થયા છે – ત્રણ મહારાષ્ટ્રમાં અને કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં એક-એક મોત નોંધાયું છે.

જો કોરોનાના સકારાત્નકદા દરની વાત કરવામાં આવે તો હાલ આ દર  1.33 ટકા નોંધવામાં આવ્યો છએ તો સાથએ જ કોરોનાનો સાપ્તાહિક સકારાત્મકતા દરની વાત કરવામાં આવે તો તે  1.23 ટકા નોંધાયો છે.