Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 10 હજારને પાર નોંધાયા – સક્રિય કેસો 90 હજારથી પણ વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાંથી હજી કોરોના સંપૂર્ણપણે ગયો નથી, હાલ પણ દેશમાં સરેરાશ 10 હજારની આસપાસ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે ,જો કે આક રાહતની વાત એ પણ છે કે કોરોનામાંથી સાજા થવાનો દર સારો જોવા મળી છે જેથી નવા નોંધાતા કેસો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા લગભગ સરખી જોવા મળે છે જેના કારણે સક્રિય કેસો પણ ઘટતા જોઈ શકાય છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના કુલ 10 હજાર 256 નવા કેસ નોંધાયા છે જો સક્રિય કેસો પર નજર કરીએ તો તેની સંખ્યા 1 લાખથી પણ ઓછી થઈ ચૂકી છે.

જો આ સમાન સમયગાળા દરમિયાન કોરોનાથી થયેલા મૃત્યુની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 68 લોકોના મોત થયા છે. દેશમાં હાલ સક્રિય કેસોની સંખ્યા 90 હજાર 707 જોવા મળી રહી છે. 

છેલ્લા 24 કલાકમાં જો સાજા નથનારા દર્દીઓના આંકડા પર નજર કરીએ તો 13 હજાર 528 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 43,770,913 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 31,60,292 રસીકરણ કરવામાં આવ્યું હતું, અત્યાર સુધીમાં કુલ 2,11,13,94,639 રસીકરણ કરવામાં આવ્યા છે.