Site icon Revoi.in

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં ઘટ્યા – સક્રિય કેસો પણ ઓછા થયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટતી જોવા મળી રહી છે ત્યારે હવે રાહતની વાત એ છે કે દેશમાં સતત કોરોનાના દૈનિક કેસનો આકંડો ઘટતો જોવા મળી રહ્યો છે જે છેલ્લા 24  કાલકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના 4 હજારથી ઓછા કે,સ નોંધાયા છે.

સરકારી રિપોર્ટની પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કુલ 3 હજાર 11 કોરોનાના નવા કેસ નોંધાયા છે.આ સાથે જ હવે એક્ટિવ કેસના દર્દીઓ પણ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છએ જો હાલના સક્રિય કેસોની વાતચ કરીએ તો  હવે 36 હજાર 126 કેસો જોવા મળી રહ્યા છે.

આજરોજ સવારે કેન્દ્રીય મંત્રીએ જારી કરેલા આકંડાઓ પ્રમાણે આ સમાન સમયગાળા દરમિયાન વધુ 28 લોકોના મોત થયા છે.સક્રિય કેસો કુલ કેસના 0.8 ટકા  જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1 હજાર 318નો ઘટાડો થયો છે. આ સાથે જ કોરોનામાંથી સાજા થવાનો દર હવે 98.73 ટકા થઈ ચૂક્યો  છે.

આ સાથે જ કોરોનાનો દૈનિક સંક્રમણ દર હવે માત્રને માત્ર  2.23 ટકા જોવા મળી રહ્યો છે જ્યારે સાપ્તાહિક સંક્રમણ દરની વાત કરીએ તો તે 1.31 ટકા છે. દેશમાં કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે.