Site icon Revoi.in

છેલ્લા ત્રણ મહિનામાં ફેસબુકના પાંચ લાખ યુઝર્સ ઓછા થયા

Social Share

2004માં ફેસબૂકની શરૂઆત બાદ આ પહેલી વખત બન્યું છે કે તેના રોજિંદા યૂઝર્સની સંખ્યામાં ઘટાડો થયો હોય. ફેસબૂકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યા બાદ યૂઝર્સને ફેસબૂકમાંથી રસ ઓછો થયો હોવાનું લાગી રહ્યું છે. મેટાના ત્રિમાસિક અહેવાલમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 2021ના છેલ્લા અને ચોથા ક્વાર્ટરમાં ત્રીજા ક્વાર્ટરની સરખામણીએ પાંચ લાખ વૈશ્વિક રોજિંદા યૂઝર્સ ઘટયા છે.

આવું થવાથી તેની આવકથી થતા ફાયદામાં પણ ઘટાડો આવ્યો છે અને અહેવાલ અનુસાર વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ યૂઝર્સના ગ્રોથ પણ નહીંવત્ ને બરાબર છે. નવી પૉલિસીમાં થયેલા ફેરફારના કારણે અનેક મોટા ખુલાસા થયા હતા. જેના પગલે 18 વર્ષમાં પહેલી વખત તેના યૂઝર્સની સંખ્યા અને આવકમાં ઘટાડો નોંધાયો છે.

વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એપ પર પણ યૂઝર્સની સંખ્યાનો વધારો ઘણો જ ઓછો થયો છે. એક અહેવાલ અનુસાર મેટાના રોજિંદા યૂઝર્સમાં સૌથી મોટું નુકસાન નોર્થ અમેરિકામાં થયું છે. જ્યાં જાહેરાતના માધ્યમથી ફેસબૂકની આવક સૌથી વધારે થાય છે.

મેટાને ડિસેમ્બરના ત્રિમાસિક રિપોર્ટમાં 10.3 અબજ ડૉલરની આવક થઇ છે. આ જ સમય દરમિયાન એક વર્ષ પહેલાં કંપની આવક 28.1 અબજ ડૉલરથી વધીને 33.67 અબજ ડૉલર પહોંચી હતી. જોકે એક શેરના આધારે આવકને આંકવામાં આવે તો 3.88 ડૉલરથી ઘટીને 3.67 ડૉલર થઇ છે. તાજેતરમાં મેટાના વેલ્યુએશનને લગભગ 200 અબજ ડૉલર એટલે કે અંદાજે રૂ. 15 લાખ કરોડનું નુકસાન થયું છે. આ સમય દરમિયાન મેટાના શેરની વેલ્યૂ 22.9 ટકા ઘટીને 249.05 ડૉલર થઈ હતી.