Site icon Revoi.in

કોરોનાના કહેર વચ્ચે અનેક સેક્ટરના કર્મચારીઓ ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ તરફ વળ્યા

Social Share

મુંબઈ : સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જ્યા જુઓ ત્યા કોરોનાની રફ્તાર જોવા મળી રહી છે, ત્યારે મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જ્યા કોરોનાના કેસો ચિંતા જનક છે, ત્યારે કેસ વધવાની સાથે અનેક ક્ષેત્રના કાર્યાલયો ફરીથી ખાલી જોવા મળી રહ્યા છે

કોરોનાના કેસોમાં વધારો નોંધાતા જ અનેક ઓફિસો ફરી બંદ જોવા મળી રહી છે, મોટાભાગના કર્મચારીઓને ફરી વર્ક ફ્રોમ હોમ આપવામાં આવી રહ્યું છે, અનેક લોકો ઘરેથી કામ કરવાનું પસંદ કરી રહ્યા છે, કેટલાક લોકોએ જોતે જ પોતાના કર્મીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું છે તો ઘણા લોકો આ બાબાતે માંગણી કરી રહ્યા છે.

વિતેલા વર્ષના મહિના ડિસેમ્બર-જાન્યુઆરીમાં કોરોનાના કેસો ઘટ્યા હતા ત્યાર બાદ અનેક કંપનીઓ એ ઓફલાઈન કાર્યનો આરંભ વર્ષ બાદ કર્યો હતો,. કર્મચારીની સ્ટ્રેન્થના ૭૫થી ૮૦ ટકાને ઓફિસે બોલાવવામાં આવ્યા હતા ,કેસો સામાન્ય થતા જ વર્ક ફ્રોમ હોમને અટકાવીને લોકોને ઓફીસ બાલાવવામાં આવી રહ્યા હતા,

ત્યારે હજુ તો માંડ 2 મહિનાનો સમય થયો છે અને ફરી લોકો વર્ક ફ્રોમ હોમ તરફ વળી રહ્યા છે.ફેબુ્રઆરીના અંતથી કોરોના કેસો ફરી વધવા લાગતા અને વિવિધ રાજ્યોમાં મિનિ લોકડાઉન સહિતની પાબંધિઓ લગાવી છે,કેસોને ધ્યાનમાં લઈને ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા પર કાપ મૂકી વર્ક ફ્રોમ હોમ શરૂ કરવાની ફરજ પડી રહી છે

કોરોનાના વધતા વ્યાપને લઈને મહારાષ્ટ્રમાં તો સરકારે પોતે જ ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનો આગ્રહ કર્યો છે ર તો બીજી તરફ કોર્પોરેટ હાઉસો પણ જોખમ ઉઠાવવા માગતા નથી.આમ ફરી ઓફીસ ચાલુ થયા બાદ કર્મીઓને ઓછા સ્ટાફ સાથે અથવા તો વર્ક ફ્રોમ હોમ આપવામાં આવી રહ્યું છે.

સાહિન-