Site icon Revoi.in

કોરોનાના વધતા કેસ વચ્ચે કેન્દ્ર એક્શનમાં – 6 રાજ્યોને લખ્યો પત્ર લખઈને સાવધાન રહેવા જણાવ્યું

Social Share

દેશમાં ફરી એકવાખત કોરોનાના કેસ ઘીમી ગતિએ વધી રહ્યા છે જો કે સરકાર કોઈ પણ પ્રકારની બેદરકારી કરવા માંગતી નથઈ જેને લઈને કેન્દ્રએ 6 રાજ્યોને પત્ર લખીને સાવચેત રહેવા અને કોઈ પણ પ્રકારકની બેદરકારી ન કરવાની સૂચનાઓ આપી છે.કેન્દ્રની સરકાર કોરોના મામલે ગંભીર બની છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ છ રાજ્યોને પત્ર લખીને વાઈરલ ઈન્ફેક્શનના કારણે કેસોમાં અચાનક થતા વધારાને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે બુધવારે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક રાજ્યોને પત્ર લખ્યો છે,આ પત્રમાં કોવિડની સ્થિતિની તપાસ કરવા અને કોવિડ-19ના ઝડપી અને અસરકારક સંચાલન માટે જરૂરી પગલાંના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે

કેન્પદ્રીર એ આ 6 રાજ્ક્ષયોને લખેલા પત્ણરમાં , સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર મૂકવા સૂચના આપી છે આ સહીત પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “આ એવા કેટલાક રાજ્યો છે કે જેઓ સ્થાનિક ટ્રાન્સમિશનનો સંકેત આપતા મોટી સંખ્યામાં કેસ નોંધી રહ્યા છે અને હવે સંક્રમણ સમાવવા અને રોગચાળા સામે લડવા માટેના જોખમનું મૂલ્યાંકન કરવાની જરૂર છે,”

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ફરી છે કોરોનાના માત્ર એક જ  દિવસમાં બમણા કેસ નોંધાયા છે., 14 દિવસમાં એક્ટિવ કેસમાં 200 ટકાનો વધારો જોવા મળ્યો છે જેથી પત્રમાં કહેવામાં આવ્યું છે કે  સંક્રમણના ઉભરતા ફેલાવાને નિયંત્રિત કરવા માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં રાજ્ય નજીકથી નજર રાખે અને પગલાં લે તે મહત્વપૂર્ણ છે.ઉલ્લેખનીય છે કે લગભગ ચાર મહિના પછી, દેશમાં સંક્રમણ દૈનિક 700 થી વધુ કેસ નોંધાયા છે.જેને લઈને ફરી એક વખત કેન્દ્રની ચિંતામાં વધારો થયો છે.