Site icon Revoi.in

આગામી 10 માસ કઈ રાશિઓ પર શનિદેવ વરસાવશે કૃપા, કોને કરાવશે લાભ?

Social Share

શનિદેવનુું ગોચર ફળ: શનિદેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી વિરાજમાન રહે છે. આગામી 10 માસમાં શનિદેવ કુંભમાં ગોચર કરશે. શનિની બદલાતી ચાલ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવશે.

કર્મફળ દાતા શનિદેવની શુભદ્રષ્ટિ વ્યક્તિને રંકથી રાજા બનાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, શનિ ધીમી ગતિમાં ગોચર કરે છે. એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી શનિદેવ વિરાજમાન રહે છે. શનિ હાલ કુંભમાં વિરાજમાન છે. આગામી 10 માસ આ રાશિમાં જ તેમનું ગોચર છે. તાજેતરમાં શનિદેવ કુંભમાં અસ્ત થયા છે. આગામી મહિને શનિદેવ કુંભરાશિમાં ઉદિત થશે. શનિદેવની આ બદલાતી ચાલ કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે. આવો જાણીએ શનિ પોતાની જ રાશિમાં વિરાજમાન રહીને કઈ રાશિઓના જાતકોને માલામાલ બનાવવાના છે.

તુલા રાશિ-

તુલા રાશિના જાતકો માટે કુંભમાં વિરાજમાન શનિ શુભ પરિણામ લાવનાર છે. પોતાની લાઈફમાં પોઝિટિવિટી બનેલી રહેશે. સ્વાસ્થ્યમાં થોડો-ઘણો ઉતાર-ચઢાવ બનેલો રહેશે. માટે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરત છે. વિદ્યાર્થીઓને સારા સમાચાર પણ મળી શકે છે. તો પરિવારના સદસ્યો સાથે ફરવા માટે પણ જઈ શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે.

સિંહ રાશિ-

2024માં કુંભ રાશિમાં વિરાજમાન શનિ સિંહ રાશિના જાતકો માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. વેપારીઓને ઘણાં સારા ઈન્વેસ્ટર્સ મળી શકે છે. લવ લાઈફમાં થોડો ઉતાર-ચઢાવ રહેશે, જેને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. કારકિર્દીમાં ઘણાં ટાસ્ક મળી શકે છે, જે તમારા ગ્રોથમાં મદદ કરી શકે છે.

મેષ રાશિ-

શનિની ચાલ 2024માં મેષ રાશિના લોકો માટે લાભકારી સાબિત થઈ શકેછે. શનિના શુભ પ્રભાવથી ઘણાં કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં તમારી પદ પ્રતિષ્ઠા વધશે.આર્થિક મામલામાં તમારે સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂરત છે. ઈન્વેસ્ટમેન્ટના ઘણાં નવા વિકલ્પો આ દરમિયાન તમને મળી શકે છે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે એ દાવો કરતા નથી કે આ સંપૂર્ણપણે સત્ય અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો. )