Site icon Revoi.in

આ રીતે તમે પણ તૈયાર કરી શકો છો કુદરતી ફેસપેક,જાણો બનાવવાની રીત

Social Share

શિયાળો હોય કે ઉનાળો, દરેક ઋતુમાં ચહેરાની ત્વચાની કાળજી રાખવી જરૂરી છે, કારણ કે જો તેના કાળજી રાખવામાં ન આવે તો ખીલ થવા કે ચહેરા પર કાળાશ આવી જવી, એવું બધુ થતું હોય છે. લોકો પોતાના ચહેરાની કાળજી રાખવા માટે અનેક પ્રકારના ઉપાય કરતા હોય છે પણ આ પ્રકારનો ઉપાય તેમણે ક્યારેય કર્યો હશે નહી.

જાણકારી અનુસાર, ચહેરાની કાળજી લેવા માટે સૌથી પહેલા તો મિસ્ટ બનાવાનું જાણી લો, તેને બનાવવાની રીત એવી છે કે આ માટે 1/2 કપ પાણી લો અને તેમાં ગ્રીન ટી બેગ ઉમેરો. આ મિશ્રણને બરાબર ઠંડુ થવા દો. તે ઠંડુ થયા પછી તેમાં 2-3 ચમચી ગુલાબજળ ઉમેરો અને પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો. તમે તેને રેફ્રિજરેટરમાં રાખી શકો છો અને એક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરી શકો છો. સવારે ચહેરો ધોયા પછી તેને ચહેરા પર સ્પ્રે કરો. તેનો ઉપયોગ સૂતા પહેલા અથવા મેકઅપ કરતા પહેલા પણ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે આ મીસ્ટને લગાવવાના ફાયદા પણ અનેક છે, જેમ કે ઘરે બનાવેલા ફેસ મિસ્ટમાં એસેન્શીયલ ઓઇલનો ઉપયોગ થાય છે. જેની સુગંધ એરોમાથેરાપી જેવું કામ કરે છે અને ત્વચાના જ્ઞાનતંતુઓને રિલેક્સ રાખે છે. જેથી ત્વચા તાજી દેખાય છે.

મોટાભાગના હોમમેડ ફેસ મિસ્ટમાં ઠંડક અને કુદરતી સુગંધ હોય છે. આ બંને ત્વચાને તાજી અને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે. ફેસ મિસ્ટ ત્વચાને મુક્ત રેડિકલના કારણે થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે.