Site icon Revoi.in

કેન્દ્ર સાશિત પ્રદેશ લદ્દાખમાં હવે માત્ર સ્થાનિક લોકોને જ મળશે સરકારી નોકરીઃ- રોજગાર ગૌણ સેવા ભરતી નિયમ 2021

Social Share

લદ્દાખઃ-  કેન્દ્ર સાશિત પ્રદેશ લદ્દાખમાં હવે સરકારી નોકરી માત્રને માત્ર સ્થાનિક લોકોને જ આપવામાં આવશે, આ માંગ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી જેને લઈને લદ્દાખ વહીવટીતંત્રએ ‘લદાખ રોજગાર  સેવા ભરતી નિયમો 2021’ નું જાહેરનામું બહાર પાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જો આ નિયમો લાગુ કરવામાં આવે છે તો હવેથી લદ્દાખના સ્થાનિક રહીશને જ લદાખમાં સરકારી નોકરી મળશે. જો કે, જમ્મુ-કાશ્મીર કેડરમાંથી લદ્દાખ પ્રદેશમાં પહેલાથી જ તૈનાત કર્મચારીઓને નવા નિયમો હેઠળ સ્થાનિક માનવામાં આવશે.તેઓની નોકરી પર જોખમ રહેશે નહી.

લદ્દાખ વહીવટીતંત્રે એસ.ઓ. નંબર.16 હેઠળ આ જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જ આ સમગ્ર બાબતે એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સેવાની પસંદગી દરમિયાન લદ્દાખના રહેવાસીની ઔપચારિકતા ફક્ત તે જ પૂરી કરી શકે છે જે લદ્દાખ નિવાસી માટે નિર્ધારિત માપદંડને પૂર્ણ કરે છે. આ પહેલા કલમ 370 અસરહીન થયા બાજ, કેન્દ્ર સાશિત જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક લોકોને જ સરકારી નોકરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

લદ્દાખમાં જમીન અને નોકરી લદ્દાખવાસીઓના અધિકારોને સુરક્ષિત કરવા વિવિધ પાર્ટીઓના નેતાઓ એક મંચ ઉપર આવીને આંદોલન કરી રહ્યા હતા. લદ્દાખને સંવિધાનના છઠ્ઠા અનુસૂચિમાં શામેલ કરવાની માંગને લઈને આ નેતાઓની કેન્દ્ર સાથે અનેક વખત વાતચીત થઈ હતી. આ જ માંગ પર પહાડી વિકાસ પરિષદ ચૂંટણીઓ પૂર્વે ચૂંટણીનો પણ  બહિષ્કાર કરવાની  ઘોષણા કરવામાં આવી હતી, જે ઘોષણા કેન્દ્ર દ્રારા આ બાબતે ખાતરી અપાતાની સાથે જ પરત લેવામાં આવી હતી.

ચૂંટણી બાદથી લદ્દાખ વાસીઓને પણ વિશેષાધિકાર આપવાની માંગએ જોર પકડ્યું હતું. જોકે, લદ્દાખના મોટાભાગના નેતાઓ હજી છઠ્ઠી સૂચિની માંગ પર અડગ છે. લદ્દાખીઓ માટે સરકારી નોકરીઓ અનામત રાખવાના નિર્ણયથી ખાસ કરીને પ્રદેશના યુવાનોએ રાહતના શ્વાસ લીધો છે.આ સરકારના નિર્ણયથી લદ્દાખના જ રહેવાસીઓને નોકરી મળશે,જેથી સ્થાનિકોને હવે આ બાબતનો ઘણો લાભ મળવા પાત્ર બનશે