Site icon Revoi.in

આત્મહત્યાના વધતા કેસોને લઈને UGC એ રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના અમલમાં મૂકવાના આદેશ આપ્યા

Social Share

દિલ્હીઃ- હરીફઆઈના સમયમાં વિદ્યાર્થીઓ જ્યારે મુંજવણમાં હોય છએ ત્યારે જીવન ટૂંકાવાનો પ્રયત્ન કરે છએ,મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસને લઈને ગભરાઈ જઈને કે નાસીપાસ થીને આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા અંગે શિક્ષણ મંત્રાલયે  રિપોર્ટ જારી કર્યો છે.

વિદ્યાર્થીઓની આત્મહત્યા મામલે હવે સરકાર દ્વારા જાહેર થયેલો એક આંકડો ચિંતાનો વિષય  છે. આંકડા મુજબ છેલ્લા ચાર વર્ષમાં કુલ 7,396 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જ્યારે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા 5693 છે. એટલે કે ચાર વર્ષમાં 13089 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ આપ્યો છે.

દર્શાવવામાં આવેલા આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2018 થી 23 દરમિયાનઆઈઆઈટી  માં 36 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જ્યારે આઈઆઈઆમ માં કુલ 4વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. એ જ રીતે NITના 24 વિદ્યાર્થીઓ, AIIMSના 11 વિદ્યાર્થીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટીના 29 વિદ્યાર્થીઓએ છેલ્લા 6 વર્ષમાં આત્મહત્યા કરી છે.

વધતા જતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના પ્રયીસો અને બનાવોને ધ્યાનમાં લઈને  હવે યુજીસીએ વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની ઘટનાઓને રોકવા માટે તમામ ઉચ્ચ સંસ્થાઓને એડવાઈઝરી જારી કરી છે.

યુજીસી દ્રારા જારી કરવામાં આવેલી માર્ગ દર્શિકામાંરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા હેપ્પીનેસ એન્ડ વેલનેસ વર્કશોપ, યોગા ક્લાસ અને જાગૃતિ અભિયાન ચલાવીને વિદ્યાર્થીઓને તણાવમાંથી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં આઈઆઈટી બોમ્બેએ બંધુ નામની એપ પણ લોન્ચ કરી છે, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં ભાવનાત્મક શક્તિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.