Site icon Revoi.in

ઈન્કમ ટેક્સ વિભાગ થયું કડક,જાણી લો આ મહત્વની જાણકારી

Social Share

મુંબઈ:આપણા દેશમાં જ્યારે પણ ટેક્સ ભરવાની વાત આવે ત્યારે બે પ્રકારના લોકો જોવા મળે છે, એક એવા પ્રકારના કે જેમની આવક ટેક્સ ભરવાને પાત્ર નથી હોતી, અને બીજા એવા કે જે લોકો ટેક્સ ભરી શકે તે સ્થિતિમાં છે પણ કઈને કઈ ખરીદી કરીને ટેક્સની ચોરી કરે છે અને ટેક્સ ભરતા નથી. આ પ્રકારની લોકોની ચાલાકીને ધ્યાનમાં રાખીને ઈન્કમ ટેક્સ વિભાગ હવે કડક થયું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હવેથી ઈન્કમ ટેક્સ વિભાગ હવે હોમ લોનના નામે રાહત મેળવતા લોકો સામે આકરાપાણીએ થયું છે. હાલમાં જ IT વિભાગ દ્વારા આવા કરદાતાઓને યોગ્ય ડોક્યુમેન્ટ જમા કરવા વિશે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આવકવેરામાં કરદાતાઓને અનેક લાભ અને કપાત મળે છે. જેની ઘણાં કરદાતાઓને જાણ ન હોવાથી તેઓ લાભ લઈ શકતા નથી. તો કેટલાક કરદાતાઓ એવા છે જે આ બાબતે ટ્રીક્સની મદદથી ઉપયોગ છેતરપિંડી કરતા હોય છે. આવા કરદાતાઓ સતત આવકવેરા વિભાગના રડાર પર હોય છે.

આપણા દેશમાં લોકોને ટેક્સ ન ભરવો પડે તે માટે તેઓ હંમેશા કોઈને કોઈ ખર્ચ બતાવી દેતા હોય છે અને ઈન્કમ ટેક્સ ભરવાથી બાકાત રહેતા હોય છે. પણ હવે ઈન્કમ ટેક્સ વિભાગ આ બાબતે કોઈ કડક નિયમ બનાવી શકે છે અથવા આ પ્રકારના લોકો પર નજર રાખીને ટેક્સ ચોરી કરનાર લોકોને પકડી શકે છે.