Site icon Revoi.in

કોરોનાના કેસમાં ફરી નોંધાયો વધારો – છેલ્લા 24 કલાકમાં 6 હાજરથી વધુ કેસ સામે આવ્યા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘઠ જોવા મળી રહી છે ત્યારે કોરોનાના કેસમાં ફરી એક વખત થોડો વધારો નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોનો આંકડો 6 હજારથી વધુ જોવા મળ્યો છે, જો કે રાહતની વાત એ પણ છે કે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા બમણી છે,જેથી સક્રિય કેસો ઘટતા જઈ રહ્યા છે.

જો નવા કેસોની વાત કરીએ તો વિતેલા દિવસને બુધવારની સરખામણીમાં આજે કોરોનાના કેસમાં લગભગ 25 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6 હજાર 422 નવા કેસ નોંધાયા છે.

ગુરુવારે કોરોનાના નવા કેસો કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ઓછી હતી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં માત્ર 5 હજાર 748 લોકો જ કોરોનાથી સાજા થયા છે. હાલમાં દેશમાં સકારાત્મકતા દર 2.04 ટકા જોવા મળી રહ્યો છે.

જો સક્રિય કેસોની વાત કરીએ તો આ આકંડો 50 હજારની અંદર છે હાલ દેશમાં સક્રિય કેસ 46 હજાર 389 સક્રિય કેસો જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે બુધવારે દેશમાં કોરોનાના 5 હજાર 108 નવા કેસ નોંધાયા હતા.

 

Exit mobile version