Site icon Revoi.in

વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા હોવાનું સામે આવ્યું છે. એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 75 ટકા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌથી વધારે અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના લોકપ્રિય નેતા બન્યાં છે. જ્યારે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન નકારાત્મ એપ્રુવલ રેટિંગ મળી છે.

વિશ્વના નેતાઓના તેમના કાર્યકાળમાં લોકપ્રિયતા ઉપર નજર રાખતી ડેટા ફર્મના સર્વેના અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપ્રુવલ રેટિંગ સૌથી વધારે છે. પીએમ મોદી 55 ટકા અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના નેતાઓમાં ટોપ ઉપર છે. વૈશ્વિક સ્તર પર સર્વે અને રિસર્ચ કરનારી ફર્મના નવા સર્વે અનુસાર 75 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને સમર્થન કર્યું છે. જ્યારે 20 ટકા લોકોએ યોગ્ય માન્યા નથી. જેના કારણે તેમની કુલ અપ્રુવલ રેટિંગ 55 ટકા છે. જે સૌથી વધારે છે.

આવી જ રીતે જર્મનીના ચાન્સલર એન્જેલા મક્રેલની લોકપ્રિયતા રેટિંગ 24 ટકા છે. જ્યારે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની અપ્રુવલ રેટિંગ નકારાત્મક રહી છે. આમ તેમનું સમર્થન કરનારાઓની સરખામણીમાં વિરોધ કરનારાઓની સંખ્યા વધારે છે.