Site icon Revoi.in

કોરોનાકાળમાં વધ્યો મોબાઈલનો વપરાશ સાથે બીમારીઓનું જોખમ પણ વધ્યું

Woman using her Mobile Phone, Night Light Background

Social Share
  1. કોવિડ બાદ દેશમાં મોબાઈલનો વધ્યો ઉપયોગ
  2. અગાઉની તુલનામાં 25 ટકાનો થયો વધારો
  3. મોબાઈલના વધુ વપરાશથી કેન્સરનું જોખમ

અમદાવાદ: કોવિડ બાદ દેશમાં મોબાઈલનો વપરાશ ખૂબ ઝડપથી વધી ગયો છે. બાળકોના ભણતરથી લઈને ઓફિસના તમામ કામ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે. તો, તમામ લોકો માટે તે મનોરંજનનું એક સાધન રહ્યું છે. હાલમાં આ અંગે હેન્ડસેટ કંપની વીવો દ્વારા એક સ્ટડી કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, એપ્રિલ 2020 પછી મોબાઈલ ફોનના ઉપયોગમાં અગાઉની તુલનામાં 25 ટકાનો વધારો થયો છે. જો તમે પણ આવા લોકોની લિસ્ટમાં છો, તેમજ જે લોકો મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે, તો થઇ જાવ સાવધાન, કારણકે તેની આદત તમને જીવલેણ બીમારીઓનો શિકાર બનાવી શકે છે.

મગજનું કેન્સર થવાનું જોખમ

થોડા સમય પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પોતાના રિપોર્ટ દ્વારા લોકોને મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ટાળવાની ચેતવણી આપી હતી. સ્ટડી બાદ ડબ્લ્યુએચઓએ પોતાના રીપોર્ટમાં જણાવ્યું હતું કે, મોબાઈલનો વધુ ઉપયોગ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આનાથી થતા રેડિયેશન મગજના કેન્સર માટે જવાબદાર છે.

માનસિક બીમારીઓનું જોખમ

કેટલાક લોકોને મોબાઈલની એટલી બધી લત હોય છે કે, તેઓ રાત્રિના સમયે તેની આસપાસ અથવા ઓશીકા નીચે રાખીને સૂઈ જાય છે અને જો તમે આવું કરો છો તો થઇ જાવ સાવધાન. મોબાઈલમાંથી નીકળતી રેડિયેશન મગજના કોષોને સંકુચિત થવાનું જોખમ વધારે છે. એવામાં ઓક્સિજન મગજમાં યોગ્ય રીતે પહોંચતું નથી. જેના કારણે ડિપ્રેશન, અલ્ઝાઇમર,સ્ટ્રેસ જેવી ઘણી માનસિક સમસ્યાઓ થઈ શકે છે.

ઇન્ફટીલિટી માટેનું કારણ

મોબાઈલમાંથી નીકળતી રેડિયેશન એટલી હાનિકારક છે કે તે ડીએનએને પણ નુકસાન પહોંચાડે છે. આ સાથે જ તે સગર્ભા સ્ત્રીઓના ગર્ભના શારીરિક અને માનસિક વિકાસને પણ અસર કરી શકે છે.

આ બાબતોની સાવધાની રાખવી

-દેવાંશી