Site icon Revoi.in

અમેરિકામાં એક જ દિવસમાં 60 હજાર કેસ આવતા ફરીથી કોરોનાનું જોખમ વધ્યુંઃ  રસી લીધી હોય તેવા લોકોએ પણ માસ્ક ફરજીયાત પહેરવું પડશે

Social Share

દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી હતી આ સમયગાળઆ દરમિયાન ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે, ત્યારે અમેરિકામાં કોરોનાનો ફરીથી ભય જોવા મળ્યો છે, કોરોના વાયરસના બન્ને પ્રકારના કેસો વધતા જોખમ વાળા વિસ્તારોમાં રસી લીધેલા લોકોએ પણ માસ્ક ફરજિયાત પહેરવું પડેશે.ડેલ્ટા વેરિઅન્ટને કારણે કોરોના કેસોમાં વધારો થયો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડિરેક્ટર રોશેલ વેલેન્સકીએ પત્રકાર પરિષદ દરમિયાન માસ્ક અંગે લીધેલા નિર્ણય વિશે જણાવ્યું હતું. આ દરમિયાન, તેમણે કે વેક્સિન અસરકારક છે પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે વધુ સંક્રમણ લાગવાનું જોખમ વધ્યું છે.

આ બાબતને ધ્યાનમાં લઈને રોશેલે કહ્યું.”વઘુ સંક્રમણ વાળા ક્ષેત્રોમાં, સીડીસી એવા લોકોને માસ્ક પહેરવાની ભલામણ પણ કરે છે કે જેમણે રસીના બંને ડોઝ મેળવ્યા છે,સીડીસીના ડેટા મુજબ દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે. જો કે, દેશના જે ભાગોમાં સૌથી વધુ રસી આપવામાં આવી છે ત્યા ઈમ્યૂનિટી ટ્રામ્સમિશનનો દર મર્યાદીત છે.જ્યારે  યુ.એસ. માં એક લાખ દીઠ 100 થી વધુ સંક્રમણના  આવતા વિસ્તારાને ઉચ્ચ જોખમ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

જો કે, સીડીસી સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે રસી જે લોકોએ લીધી છે તેવા લોકો પણ જ્યારે કોરોના સંક્રમિત પબને છે, ત્યારે તેમનો વાયરલ ભાર રસી ન લેતા લોકો જેટલો જ સમાન હોય છે. સીડીસી કહે છે કે આ સંશોધન પછી એવું કહી શકાય કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તે અન્ય લોકોને પણ ચેપ લગાવી શકે છે.