Site icon Revoi.in

દેશમાં ઘરેલુ હિંસાના વધતા કેસો – વર્ષ 2023 દરમિયાન મહિલા આયોગે 6 હજારથી વધુ કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- આજે ઘર ઘરમાં હિંસાનું પ્રમાણ વધતુ થયું છે,શિક્ષિત ઘધરોમાં પણ મહિલાઓ હિંસાનો શિકાર બનતી હોય છે જો કે ઘણા લોકો એવા પણ છે સમાજ અને લોકોના જરને કારણે ફરિયાદ નોંધાવતા નથી અને સહન કર્યે રાખે છે પણ જો સરકારી ચોપડે ચઢેલી આ પ્રકારની ઘટનાઓની વાત કરીએ તો વર્ષ 2023મા ઘરેલુ હિંસાના કેસમાં વધારો નોંધાયો છે.

વર્ષ 2022માં કુલ ફરિયાદોમાંથી 55 ટકા ફરિયાદો યુપીમાંથી મળી હતી. ત્યારબાદ દિલ્હી 10 ટકા ફરિયાદો અને મહારાષ્ટ્રમાંથી 5 ટકા ફરિયાદો નોંધાઈ  છે. 2021માં પણ આ ત્રણ રાજ્યોમાંથી મહિલા આયોગને સૌથી વધુ ફરિયાદો મળી હતી

પ્રાપ્ત વિગત પ્રમાણે મહિલાઓ સામે ઘરેલું હિંસાના કેસ વર્ષ 2022 માં, રાષ્ટ્રીય મહિલા આયોગએ 6,900 નોંધ્યા. આયોગ વધતા જતા કેસોને લઈને  ચિંતા વ્યક્ત કરી હતી.વિતેલા વર્ષે મહિલાઓ સામેના વિવિધ કેટેગરીના ગુનાઓ હેઠળ નોંધાયેલા 30 હજાર 900 કેસોમાંથી 23 ટકા ઘરેલું હિંસાના હતા. આ રિપોર્ટ પ્રમાણે એ નોંધા શકાય છે કે કમિશનને કરવામાં આવેલી ફરિયાદોની સંખ્યામાં વધારો થયો છે.

જાણો મહિલાઓ દ્રારા નોંધાયેલી ફરિયાદના કેસનો આંકડો

2020માં મહિલાઓ સામેના ગુનાની વિવિધ શ્રેણીઓમાં કુલ ફરિયાદોની સંખ્યા 23,700ની આસપાસ હતી. તે 2021 માં 30 ટકા વધીને 30,800 થી વધુ થઈ ગયું છે. જોકે, 2022માં ઘરેલુ હિંસાના કેસોમાં થોડો વધારો થયો હતો. ગયા વર્ષે પણ ત્રણ કેટેગરીમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે. આમાં સન્માન સાથે જીવવાનો અધિકાર મેળવવાના 31 ટકા કેસો, ઘરેલુ હિંસાના 23 ટકા અને દહેજ અને પરિણીત મહિલાઓની ઉત્પીડનના 15 ટકા કેસો સામેલ છે.

Exit mobile version