Site icon Revoi.in

જ્યારે સંયુક્ત કવાયત વખતે અમેરિકાના જવાનોએ વગાડી ‘જન-ગણ-મન’ની ધુન, જુઓ વીડિયો

Social Share

વોશિંગ્ટનના લુઈસ મેકકાર્ડમાં ભારત અને અમેરિકાની સેનાઓએ સંયુક્ત કવાયત કરી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને પ્રોત્સાહન આપવાની દિશામાં આ મોટું પગલું છે. ગુરુવારે આ અભ્યાસ સાથે એક વીડિયો સામે આવ્યો, જેણે લોકોના દિલ જીતી લીધા. અમેરિકાની સેનાના જવાનોનું બેન્ડ અહીં ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મનની ધુન વગાડી રહ્યા છે, જે લોકોને ઘણું પસંદ પડી રહ્યું છે.

અમેરિકાની સેનાના સૈનિકોના બેન્ડમાં પુરુષ અને મહિલા સિપાહી સામેલ છે. આ અમેરિકન સૈનિકો ભારતીય રાષ્ટ્રગાનની ધુન વગાડી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.

તાજેતરમાં બંને સેનાના જવાનો માટે ભારતીય શીખો દ્વારા લંગરનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. તેની તસવીરો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહી હતી. સ્થાનિક શીખ વોલિન્ટિયર્સે જવાનો માટે લંગર લગાવ્યું અને બંને સેનાઓના જવાનો ભોજન કરાવડાવ્યું હતું.

ભારત અને અમેરિકાની સેનાઓની વચ્ચે થઈ રહેલા સૈન્યાભ્યાસને યુદ્ધાભ્યાસ-2019નું નામ આપવામાં આવ્યું છે. આ અભ્યાસ ભારત અને અમેરિકાની વચ્ચે સંયુક્તપણે ચાલનારો સૌથી મોટો સૈન્યાભ્યાસ છે અને સંરક્ષણ સહયોગના પ્રયાસોમાં સામેલ છે.

બુધવારે આ યુદ્ધાભ્યાસનો આખરી દિવસ હતો. ભારત અને અમેરિકાની વચ્ચે આ યુદ્ધાભ્યાસ વોશિંગ્ટનના જોઈન્ટ બેસ લેવિસ મેકોર્ડ ખાતે થયો હતો. ભારત અને અમેરિકાની વચ્ચે વૈકલ્પિકપણે આયોજીત સંયુક્ત અભ્યાસનું આ 15મું સંસ્કરણ છે. તેમા એક્શનથી લઈને પ્લાનિંગ સુધી દરેક મોરચે તૈયારી કરવામાં આવી હતી.