Site icon Revoi.in

ભારત બાયાટેકની કોવેક્સિનના અભ્યાસમાં દાવો – 2 થી 18 વર્ષના બાળકો માટે રસીના ડોઝ સુરક્ષિત

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના સામેની જંગમાં રસીકરણે મહત્વનો ભાગ ભજ્વો છે,મોટા પાયે રસીકરણ કરીને કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે ત્યારે હવે ભારત બાયોટેકે કોરોનાની વેક્સિન કોવેક્સિનને લઈને એક અભઅસાયમાં દાવો કર્યો છે કે આ રસી બાળકો માટે સુરક્ષિત છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ એ દાવો કર્યો છે કે બાળકો માટે તેમના દ્રાર નિર્માણ પામેલી  કોવેક્સિન સુરક્ષિત સાબિત થઈ છે અને રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે

ભારત બાયોટેક એ બે થી 18 વર્ષની વયના સ્વસ્થ બાળકો અને કિશોરો માટે જો કોવેક્સિન સામે રસી આપવામાં આવે તો તે કેટલું સુરક્ષિત છે તે શોધવા માટે નો મલ્ટિસેન્ટર અભ્યાસ હાથ ધર્યો હતો. ઉપરાંત, આ પછી તેમનું શરીર કેવી રીતે પ્રતિક્રિયા કરશે અને તેમની રોગપ્રતિકારક શક્તિ પર તેની શું અસર થશે? તે તમામ વિગતો આ અભ્યાસમાં હાથ ધરાઈ હતી

 રસી ઉત્પાદક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં જણાવાયું છે કે આ અભ્યાસને સ્વીકારવામાં આવ્યો છે અને જર્નલ ‘લેન્સેટ ઈન્ફેકિયસ ડિસીઝ’માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

કોવોક્સિનનું પરીક્ષણ 2-18 વર્ષની વયના તંદુરસ્ત બાળકો અને કિશોરો પર કરવામાં આવ્યું હતું. જૂન 2021 અને સપ્ટેમ્બર 2021 વચ્ચે હાથ ધરવામાં આવેલા આ પરિક્ષણમાં, આ રસી અત્યંત રોગપ્રતિકારક હોવાનું જાણવા મળ્યું છે. 

આ અભ્યાસમાંથી ડેટા ઓક્ટોબર 2021 માં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને સબમિટ કરવામાં આવ્યો હતો. આ પછી, 6 થી 18 વર્ષની વયના બાળકો માટે તેના કટોકટીના ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.